દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ
સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ રહેશે, નવરાત્રિમાં ઝાપટાં પડવાની શક્યતા..
દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અને આગામી દિવસોમાં સક્રિય થનારી અન્ય એક સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના વિવિધ ભાગોમાં સવારે 6થી 8 વાગ્યા દરમિયાન વરસાદ નોંધાયો, જેમાં પંચમહાલના મોરવા (હડફ) તાલુકામાં 20 મિલીમીટર સાથે સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, સુરતના ઉમરપાડામાં 17 મિલીમીટર, સાબરકાંઠાના ઇડરમાં 13 મિલીમીટર અને અન્ય સ્થળોએ છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. જ્યારે અમદાવાદ, સાણંદ અને બાવળામાં 1થી 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
નર્મદા ડેમ છલોછલ થવાની તૈયારીમાં
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ફરી એકવાર છલકાવા જઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી 1.72 લાખ ક્યુસેક પાણીની આવક થતાં, ડેમના પાંચ દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો છે. ડેમની હાલની સપાટી 135.65 મીટર છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 3 મીટર જ દૂર છે. રાજ્યના 207 જળાશયોમાંથી, 69 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે અને 94 ડેમ હાઈ એલર્ટ પર છે.
ચોમાસાએ 85% વરસાદ નોંધાવ્યો
ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વરસાદ સામાન્ય સરેરાશ કરતાં 14 ટકા વધુ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતમાં 80 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેતી અને પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે.
નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં એટલે કે 28 ઑગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 18થી 30 સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં સક્રિય થનારી સિસ્ટમને કારણે નવરાત્રિ દરમિયાન પણ વરસાદના ઝાપટાં પડી શકે છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.