PMના જન્મદિવસે અમદાવાદમાં રક્તદાન કેમ્પનું આયોજન
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 'રક્તદાન અમૃત મહોત્સવ 2.0'
રક્તદાન કેમ્પનું આયોજન
રક્તદાન કેમ્પનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના 61મા સ્થાપના દિવસના અવસર પર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'રક્તદાન અમૃત મહોત્સવ 2.0' થીમ હેઠળ આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને વિશ્વના સૌથી મોટા કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે.
બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને આ ઉમદા કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સેવા પરમો ધર્મ’ના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
લોકોના ચહેરા પર ખુશી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, રક્તદાન માત્ર જીવન બચાવવા માટે નથી, પરંતુ તે સમુદાયોને મજબૂત કરીને એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પણ છે. તેમણે ઉમેર્યું કે, આપણે સામાન્ય રીતે નેતાઓના જન્મદિવસ પર કેક કાપતા કે હાર પહેરાવતા જોયા છે, પરંતુ મોદીજીના શાસનમાં આ બધું બદલાઈ ગયું છે. તેમનો જન્મદિવસ આજે લાખો લોકોના ચહેરા પર ખુશી લાવવાનું કારણ બન્યો છે.
આ પણ વાંચો: Ahmedabad વિમાન દુર્ઘટના: ગંભીર પરિસ્થિતિ, તંત્રની રક્તદાનની અપીલ
75 દેશોમાં 7,500થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ
તેમણે આટલા મોટા પાયા પર બ્લડ ડોનેશનનું આયોજન કરવા બદલ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો, આ સાથે જ હજારો રક્તદાતાઓનો પણ આભાર માન્યો હતો. આ અભિયાન હેઠળ 75 દેશોમાં 7,500થી વધુ બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનું લક્ષ્ય છે, જેમાં કુલ 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?