સિદ્ધપુરના લોકો કેમ ઉત્તરાયણની ઉજવણી નથી કરતાં?
સમગ્ર દેશમાં એકમાત્ર સિદ્ધપુર શહેરમાં દશેરાના દિવસે ચગાવાય છે પતંગ

સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે.

સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે.
દેશભરમાં આજે લોકો ઉત્તરાયણનું પર્વ ઉજવી રહ્યા છે. વહેલી સવારથી લોકો ધાબા ઉપર પતંગ ચઢી ચગાવી રહ્યા છે. ત્યારે સિદ્ધપુરના લોકો મકરસંક્રાતના દિવસે નહી પણ દશેરાના દિવસે પતંગ ચગાવે છે. શા માટે સિદ્ધપુરના લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી આવો જાણીએ....
સમગ્ર દેશમાં ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ચગાવી, ઉંધિયુ, જલેબીની જયાફત માણીને ઉજવણી કરે છે. ત્યારે સિદ્ધપુરનું આકાશ સાવ ખાલીખમ હોય છે. સિદ્ધપુરના સ્થાપક રાજા સિદ્ધરાજ જયસિંહનું 14 જાન્યુઆરીના રોજ અવસાન થયુ હોવાથી શોકને પગલે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવતી નથી.
રાજા સિદ્ધરાજ જયસિંહે રુદ્ર મહાલય બનાવ્યો ત્યારે ઔદિચ્ય બ્રાહ્મણોને પ્રતિષ્ઠા કરવા બોલાવ્યા હતા. સરસ્વતી નદીના કિનારે 11 માળના રુદ્ર મહાલય માટે વારાણસી-કાશીથી 1023 જેટલા બ્રાહ્મણો આવ્યા હતા. સરસ્વતી નદીના કિનારે સહસ્ત્રકળા માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ 14 જાન્યુઆરીએ રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હતુ. રાજાના નિધન બાદ બ્રાહ્મણો અને લોકોએ સિદ્ધરાજ જયસિંહના શોકના પગલે ઉત્તરાયણ નહી ઉજવવાનો નિર્ણય કર્યો હતો.
સિદ્ધપુરમાં ઉત્તરાયણના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. જેના કારણે સિદ્ધપુરમાં 14 જાન્યુઆરીના બદલે દશેરાના દિવસે પતંગ ચગાવાય છે. કેટલીક સંસ્થાઓ હવે આ પરંપરા બદલવા વિનામૂલ્યે પતંગ દોરી આપીને ઉત્તરાયણની ઉજવણી કરવા પ્રેરે છે. પરંતુ સંસ્થાઓને હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી.
સિદ્ધપુરની માફક પાટણમાં પણ થોડા વર્ષો પહેલાં લોકો રાજા સિદ્ધરાજ જયસિંહના નિધનનો શોક મનાવી ઉત્તરાયણના દિવસે પતંગ નહોતા ચગાવતા. પરંતુ, હવે પાટણવાસીઓ જૂની પરંપરાને ભૂલીને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જો કે, સિદ્ધપુરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ યથાવત છે. જેના બદલે સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવશે પતંગ ચગાવી ધાબા પર ચીકી અને ઉંધિયાના બદલે ફાફડા, જલેબીની જયાફત માણે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.