વિજાપુર નજીક દીવાલ થઈ ધરાશાયી, 6 મજૂરો દટાયા, 3ના થયા મૃત્યુ
મહેસાણા વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે બાંધકામ સમયે દીવાલ ધરાશાયી થતા 6 મજૂરો દટાયા હતા, જેમાં 3ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

વિજાપુરમાં દીવાલ ધારાશાયી

વિજાપુરમાં દીવાલ ધારાશાયી
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં એક દુઃખદ દુર્ઘટના બની હતી. વિજાપુર નજીક આવેલા સુંદરપુરા ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં મકાનના પાયા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બાજુના મકાનની દીવાલ અચાનક ધરાશયી થઇ ગઈ, જેને કારણે 6 મજૂરો તેના ભોગ બન્યા હતા.
દૂર્ઘટનામાં 3 મજૂરોના મૃત્યુ થયા હતા અને અન્ય 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દરેક મજૂરને તાત્કાલિક રીતે મિટાવીને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દીવાલ ધસી પડ્યાની જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 108 એમ્બ્યુલન્સ અને બચાવ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?