Rajkot : શાપર-વેરાવળમાં દારૂના અડ્ડાઓ પર પોલીસનો સપાટો, 15 ઝડપાયા!
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના હેઠળ, શાપર-વેરાવળ પોલીસ અને રાજકોટ ગ્રામ્ય LCB ટીમે શાપર-વેરાવળ...

નશામુક્ત સમાજ, સુરક્ષિત ગુજરાત...

નશામુક્ત સમાજ, સુરક્ષિત ગુજરાત...
શાપર-વેરાવળ પોલીસ અને રાજકોટ ગ્રામ્ય LCB (સ્થાનિક ગુના શાખા) ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા પર કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઓપરેશનની વિગતો...
રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાને પગલે, પ્રોહીબીશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સીમરન ભારદ્વાજ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ, રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી. ઓડેદરાની ટીમ અને શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. રાણાની કુલ 4 અલગ અલગ ટીમોએ વિવિધ સ્થળોએ સફળતાપૂર્વક દરોડા પાડ્યા હતા.
આ દરોડાઓમાં, શાપર પોલીસે પ્રોહીબીશનના કુલ 10 કેસ જ્યારે LCB ટીમે 4 કેસ શોધી કાઢ્યા હતા. આમ, કુલ 14 ગુના નોંધી, 120 લિટર દેશી દારૂ કિં.રૂ. 24,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શાપર પોલીસે જુગારનો પણ એક ગુનો શોધી કાઢ્યો હતો અને કુલ 10 "નીલ રેડ" (જ્યાં કંઈ મળ્યું ન હોય તેવા દરોડા) પણ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ...
આ કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓમાં નીચેના 15 શખ્સોનો સમાવેશ થાય છે:
1. ભરતભાઈ વલ્લભભાઈ સોલંકી (રહે. વેરાવળ, હાઉસીંગ પુઠાના કારખાનાની ઓરડીમાં સામે, તા. કોટડા સાંગાણી)
2. ખીમકરણ સ/ઓ હરસુરભાઇ ઉર્ફે હિરાભાઈ માલાણી (રહે. શાપર(વેરાવળ), જુના પાવર હાઉસની પાછળ, તા. કોટડા સાંગાણી)
3. પ્રવિણભાઇ વિક્રમભાઇ મણદુરીયા (રહે. હાલ-વેરાવળ, પડવલા રોડ, કેપ્ટન ટ્રેકટર પાસે પુલ પાસે ઝુપડામાં, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ)
4. અનિતાબેન વા/ઓ. ઉમેશભાઇ જીવરાજભાઇ સાડમીયા (રહે. કાગશીયાળી ગામ, રાજકોટ ગોંડલ ને.હા. રોડ પર આવેલ ટોયોટા શોરૂમ સામે આવેલ ઝુપડા પાસે રસ્તા પર, તા. લોધીકા)
5. ભરતભાઇ રવજીભાઇ પરમાર (રહે. શિતળા મંદીર પાછળ, તા. લોધીકા, જી. રાજકોટ)
6. નરેન્દ્રસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઉર્ફે ધોની શિવમંગલસિંહ (રહે. વેરાવળ, રાજુ એન્જીનીયરીંગ પાછળ, 66 કે.વી.ની બાજુમાં, મફતીયા પરા)
7. નાથીબેન વા/ઓ. અજમલભાઇ માલાણી (રહે. શાપર મેઇન રોડ, ફલોટેક કારખાનાની પાછળ ખાડામાં, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ)
8. નાથીબેન વા/ઓ રાણાભાઈ માલાણી (રહે. વેરાવળ, માઈક્રો ફ્રોજીંગ કારખાના પાસે, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ)
9. દેવસુરભાઈ રાજાભાઇ વાલા (રહે. શાંન્તીધામ પાસે, આંબેડકરનગર તળાવના કાઠા પાસે, વેરાવળ, તા. કો. સાંગાણી)
10. નંદુબેન વા/ઓ ભીમજીભાઇ સોલંકી (રહે. વેરાવળ(શા), બુધ્ધનગર, મફતીયાપરા, તા. કો. સાંગાણી)
11. રેણુકાબેન વા/ઓ અરૂણભાઇ ઠાકુર (રહે. વેરાવળ(શા), ગેલેકસી પાવડાની સામે, વિકાસ સ્ટવ પાસે, તા. કો. સાંગાણી)
12. વિનોદભાઇ ગોવિંદભાઇ પીઠીયા (રહે. વેરાવળ, શાપર, હાઉસીંગ સોસાયટી, શંકર મંદીર પાસે, જી. રાજકોટ)
13. મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા (રહે. શાપર, માઇક્રો ફોર્જીંગની બાજુમાં, જી. રાજકોટ)
14. રામીબેન વા/ઓ ભાયાભાઇ ભાસળીયા (રહે. શાપર, માઇક્રો ફોર્જીન કારખાના પાસે, જી. રાજકોટ)
15. લલીતભાઈ સોમાભાઈ પરમાર (રહે. શાપર, નાથજી સોસાયટી, શેરી નં-04, પરફેક્ટ હોટલ પાછળ, જી. રાજકોટ)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?