વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે ગંભીરા બ્રિજ તૂટતાં વાહનો નદીમાં ખાબક્યાં!
પાદરા તાલુકાના મુજપુર પાસે બની ઘટના, બેના મોતની આશંકા, ત્રણને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા

અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાથી નદીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ

અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાથી નદીમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ
વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો છે. પાદરા તાલુકા મુજપુર પાસે ઘટના બની છે. મહીસાગર નદી ઉપર આવેલાં ગંભીરા બ્રિજ તૂટતાં 4 વાહન નદીમાં ખાબક્યા છે. વહીવટીતંત્રના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી નદીમાં પડેલાં લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા બ્રિજમાં ભંગાણ પડતાં વાહન વ્યવહારને અસર થવાની શક્યતા છે.
ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા છે અને પાદરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા છે. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોતની આશંકા સેવાઇ રહી છે. જ્યારે 3 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. બ્રિજ ધરાશાયી થવાના કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!