વડોદરા: તળાવ અને નર્મદા નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા
આલમગઢના તળાવમાં બે અને અંબાલી પાસે નર્મદા નદીમાં સુરેન્દ્રનગરનો યુવક લાપતા

વડોદરા યુવાનો ડૂબવાની ઘટના

વડોદરા યુવાનો ડૂબવાની ઘટના
વડોદરા જિલ્લામાં રવિવારનો દિવસ ભારે સાબિત થયો છે. જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે અને કરજણ નજીક અંબાલી ગામે ડૂબવાની બે મોટી દુર્ઘટનાઓ સામે આવી છે. આ બંને ઘટનાઓમાં કુલ ત્રણ યુવાનો પાણીમાં લાપતા થયા છે, જેમને શોધવા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આલમગઢ: ચાર મિત્રો નહાવા ગયા, બે કાદવમાં ફસાયા
વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે 22 માર્ચના રોજ બપોરે ચાર મિત્રો ગામના તળાવમાં નહાવા માટે પડ્યા હતા. નહાતી વખતે અચાનક પાણી ઊંડું હોવાથી ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે મિત્રો કોઈક રીતે તરતા હોવાથી બહાર નીકળી ગયા હતા, પરંતુ અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ વડોદરા ટીપી-3 ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તળાવમાં કાદવ અને કીચડનું પ્રમાણ વધુ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે અવરોધ આવી રહ્યો છે. આશંકા છે કે યુવાનોના મૃતદેહ કાદવમાં ફસાઈ ગયા હોઈ શકે છે. 24 કલાક વીતી ગયા હોવા છતાં હજુ સુધી બંનેનો કોઈ પત્તો મળ્યો નથી. જરોદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અંબાલી: નર્મદા પરિક્રમાએ આવેલો યુવક પ્રવાહમાં તણાયો
બીજી તરફ, કરજણ તાલુકાના અંબાલી ગામ પાસે નર્મદા નદીમાં વધુ એક યુવક ડૂબવાની ઘટના બની છે. સુરેન્દ્રનગરથી નર્મદા પરિક્રમા કરવા આવેલો 22 વર્ષીય યુવક નદીમાં સ્નાન કરવા ઉતર્યો હતો. નર્મદાના ધસમસતા પ્રવાહમાં યુવક પોતાનું સંતુલન ગુમાવી બેસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ શિનોર પોલીસ અને કરજણ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ બોટ સાથે નદીમાં ઉતરી હતી. નદી કિનારે શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વડોદરા અને કરજણની સંયુક્ત ફાયર ટીમો દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.
સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું :
ઉનાળાની શરૂઆતમાં જ જળાશયોમાં ડૂબવાની આ ઘટનાઓએ તંત્ર અને સ્થાનિકોની ચિંતા વધારી દીધી છે. આલમગઢ અને અંબાલી બંને સ્થળોએ પરિવારજનોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને ઊંડા પાણીમાં ન ઉતરવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.