વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સ કંપનીએ મુંબઈના એજન્ટના બે કલાઈન્ટને લોન અપાવવાના નામે છેતરપિંડી કરતા સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મુંબઈના વસઈ ખાતે રહેતા અને લોન એજન્ટ તરીકે કામ કરતા વિશાલ બનૅવાલે પોલીસને કહ્યું છે કે,ઓગસ્ટ 2023માં બિનીતા કંસારા એ ફોન કરી વડોદરા ની ધનલક્ષ્મી ફીનકોપૅ માંથી વાત કરતી હોવાનું કહી તેમની કંપની એક કરોડથી 1000 કરોડ સુધીની લોન અપાવે છે તેમ કહ્યું હતું.
બિનીતાએ એમ પણ કહ્યું હતું કે લોનની ટર્મ્સ અને કન્ડિશન જાણવી હોય તો જેતલપુર રોડના ઇન્ડિયા બુલ્સ ખાતે આવેલી તેમની ઓફિસમાં રૂબરૂ આવવું પડશે.જેથી હું વડોદરા કંપનીની ઓફિસમાં આવ્યો હતો.
દિવસે દિવસે આવા ફ્રોડ બવ જ વધારે પ્રમાણમાં થતાં જાય છે.પોલીસ દ્વારા આવા ફ્રોડ લોકો પર એક્શન લેવામાં આવે અને આવા લોકો પર કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં અને બીજીવાર આવું ફ્રોડ બીજા જોડે ના થાય તેના માટે કડક પગલાં લે રોજ બરોજ ઘણા લોકો આવા ફ્રોડનો શિકાર બનતા હોય છે.આવા આરોપીને કોઈ સજા નહિ આપવામાં આવે તો તેઓ આના કરતાં વધારે મોટું કોભાંડ કરવાની હિંમત કરશે.અને તેમના આવા આરોપ કરવાથી કોઈ ડર નહિ લાગે.કોઈને કોઈ બાબતે આવા ફ્રોડ ચાલતા જ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ સામાન્ય પગાર હોય ત્યારે એવા વ્યક્તિ સાથે આવું ફ્રોડ થાય તો પોતાના આખા જીવન પુંજી તે કમાઈ હોય તે વ્યર્થ જાય છે.ફ્રોડ થયા બાદ પણ પૈસા મળે કે ના મળે તેની પણ કોઈ ગેરેન્ટી આપવામાં આવતી નથી.આખા જીવનમાં કમાયેલા પૈસા તેના આવી રીતે ફ્રોડમાં વ્યર્થ થઈ જાયે છે.કેટલાક વર્ષોની વર્ષો તેને આ પૈસા ભેગા કર્યા હોય અને આવી રીતે ફ્રોડ થાય તો માણસ પોતાનું માનસિક સંતુલન ખોવાઈ જાય છે.
વિશાલે કહ્યું છે કે,મારા કલાઈન્ટ રવિશંકર ક્રિષ્નારાજેયાને લેક રિસોર્ટ ના પ્રોજેક્ટ માટે 30 કરોડની લોન જોઈતી હોવાથી મેં આ કંપનીનો સંપર્ક કરાવ્યો હતો.જેથી તેની પાસેથી લોન પ્રોસેસ તેમજ વિવિધ ચાર્જ પેટે 18.50 લાખ લેવામાં આવ્યા હતા.આવી જ રીતે બીજા ક્લાઈન્ટ વૈજનાથ સાવન ને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે 50 કરોડની લોન જોઈતી હોવાથી તેની પાસે પણ 30.40 લાખ પડાવી લેવામાં આવ્યા હતા.પરંતુ ત્યારબાદ લોન થઈ ન હતી અને રકમ પણ પરત મળી ન હતી.જેથી પોલીસે ફાઇનાન્સ કંપનીના સંચાલક જયેશ મગનલાલ પટેલ,જયેશ બાબુભાઈ પટેલ,બિનિતા કંસારા અને રીતુ દવે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.