VADODARA : વધુ નકલી ફાયર એનઓસી પકડાઇ, મોટા કૌંભાડની આશંકા
કોર્પોરેશન , ફાયર વિભાગ અને વડોદરા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરવી જરુરી

કોર્પોરેશન , ફાયર વિભાગ અને વડોદરા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરવી જરુરી

કોર્પોરેશન , ફાયર વિભાગ અને વડોદરા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરવી જરુરી
વડોદરા શહેરમાં ફાયર સલામતી અંગે ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. હજું ત્રણ મહિના પહેલા શહેરમાં બોગસ ફાયર એનઓસી પકડાયું હતું જ્યારે હવે ફરી એક વાર આ જ પ્રકારનું બોગસ ફાયર એનઓસી પકડાતા ચકચાર મચી ગઇ છે. હવે એવું લાગી રહ્યું છે કે શહેરમાં જેમ જન્મના બોગસ દાખલા પકડાઇ રહ્યા છે તે જ રીતે નકલી ફાયર એનઓસી પણ બનાવામાં આવી રહી છે જે સુરક્ષા અને સલામતી સંદર્ભે મોટી ચૂક છે. કોર્પોરેશન , ફાયર વિભાગ અને વડોદરા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરવી જરુરી છે.
વાઘોડિયારોડ બાદ હવે હરણી વિસ્તારમાં પણ બોગસ ફાયર એનઓસી (અગ્નિશામક સર્ટિફિકેટ) મળતા ચકચાર મચી ગઇ છે. અગાઉ અર્શ કોમ્પ્લેક્સમાં એક બોગસ ફાયર એનઓસી મળી આવતા જયેશ મકવાણા નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. ફાયર વિભાગે આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને બે વખત રિમાઈન્ડર આપ્યા છતાં હજુ સુધી એફઆઇઆર નોંધાઈ નથી, જેના કારણે પ્રશાસન પર પણ પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.
ચાલુ તપાસ દરમિયાન હરણી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં પણ વધુ એક બોગસ એનઓસી મળી આવી છે. ચેકિંગ દરમિયાન જણાયું કે ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળની ઇમારત માટે આપેલી એનઓસી પર અધિકારીની બોગસ સહી છે. આ એનઓસી કોણે તૈયાર કરી અને કોના દ્વારા અપાવવામાં આવી તે પોલીસે અને ચીફ ફાયર ઓફિસરે તપાસ કરવી જરુરી છે.
વિભાગ દ્વારા કોમ્પ્લેક્સના જવાબદાર વ્યક્તિઓને બોલાવી પ્રાથમિક પૂછપરછ શરૂ કરાઈ છે અને ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ચિંતાજનક બાબત એ છે કે હરણી કેસમાં પણ અગાઉના અર્શ કોમ્પ્લેક્સના આરોપીની સંડોવણી હોવાની શક્યતા છે. તેથી પોલીસે બંને કેસને જોડીને તે દિશામાં તપાસ કરવી જોઇએ.
આ મામલો ફાયર સલામતીના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જો બનેલા ખુલાસાઓ સાચા સાબિત થાય, તો શહેરમાં અત્યારસુધીમાં અનેક બિલ્ડિંગોએ બિનકાયદેસર રીતે ફાયર એનઓસી મેળવી લીધી હોવાની આશંકા છે – જે ભવિષ્યમાં જનહિત માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?