વડોદરા કોર્પોરેશન જે સ્માર્ટ સિટીની યાદીમાં આવે છે, હવે ત્યાંના સ્માર્ટ અધિકારીઓ એક પછી એક નવી કળાઓ અજમાવી રહ્યાં છે. પહેલા શહેરમાં અવારનવાર 'રોડ પર રોડ' બનાવવાના અખતરા થયા હતા, જેના કારણે સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવી હતી.
હવે ફરીથી ડિવાઇડર પર ડિવાઇડર
હમણાં જ પ્રતાપનગર બ્રિજના છેડે, માંજલપુર તરફ ઉતરતા સર્કલ પાસે, જૂના ડિવાઇડર પર પથ્થરો લગાવીને તેને ઊંચો કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, આ ડિવાઇડર પણ નવા માપદંડો વિરુદ્ધ હોય તેમ લાગી રહ્યું છે.
આ પ્રકારના કામો લોકોને ‘સ્માર્ટ સિટી’ની વિગતો પર પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે. વાહનચાલકો અને નાગરિકો વચ્ચે આ ‘નવો અખતરો’ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.