વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.જે મામલે વાલી મંડળ શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યું છે.
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા.આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી ગઈ હતી.જેના કારણે તેની આંખમાં ગંભીર ઈજા થઈ હતી.સમગ્ર બનાવ મામલે વાલી મંડળ પોલીસને સાથે રાખીને ઉમા વિદ્યાલય ખાતે થયેલ બનાવ અંગે રજૂઆત કરવા પહોંચ્યું છે.બાળકના પિતા પગ રિક્ષા ચલાવી કામ ધંધો કરતો હોવાથી તેમના માટે પુત્રની સારવાર કરાવવી એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે
બાળકોની મસ્તી મસ્તીમાં આવા બનાવ બની જાય છે.આ બનાવનો જવાબદાર કોણ હશે.બાળકની તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે.આવી મસ્તીએ બાળકો માટે ભારે પડી હોય તેવું જોવા મળી રહ્યું છે.સ્કૂલની અંદર વર્ગમાં શિક્ષક ન હતો કે શું આવા અને જો શિક્ષક વર્ગમાં હોય તો આવી મસ્તી થઈ હોય તો શિક્ષકે કેમ ના રોક્યું બાળકોને મસ્તી કરતાં આવા અનેક સવાલોના જવાબ દરેક વાલીના મનમાં થયો હશે.આ બાબતમાં સ્કૂલ પણ જવાબદાર છે.કે વર્ગમાં બાળકો આવા પ્રકારની મસ્તી કરતાં હતા તો તેમને રોકવું જોઈતું હતું.