ગુજરાતમાં કમોસમી વરસાદની આફત: હવામાન વિભાગની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 15 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠું પડશે

ગુજરાત કમોસમી વરસાદ આગાહી

ગુજરાત કમોસમી વરસાદ આગાહી
માર્ચ અને એપ્રિલ મહિનામાં જ્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતું હોય છે, ત્યારે આ વર્ષે કુદરતે મિજાજ બદલ્યો છે. પૂર્વ ઇરાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વેધર પેટર્ન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ પરિવર્તનને લીધે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની એન્ટ્રી થઈ છે.
તાપમાનમાં ઘટાડો અને પવનની ગતિમાં વધારો :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, વરસાદની સાથે પવનની ગતિ ચિંતાજનક બની શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
3 એપ્રિલ: આ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી :
3 એપ્રિલ, શુક્રવારના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર (કે મેઘકહેરી) જોવા મળી શકે છે. હવામાન વિભાગે નીચે મુજબના વિસ્તારોમાં આગાહી કરી છે:
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા અને સાબરકાંઠા
સૌરાષ્ટ્ર અને કચ્છ: પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી (વીજળીના કડાકા-ભડાકા) પણ જોવા મળશે.
4 થી 10 એપ્રિલ સુધીનું ચિત્ર :
માવઠાની આ અસર માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી. 4 એપ્રિલના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની અસર વરતાશે:
અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ
અમરેલી અને કચ્છમાં પણ કમોસમી વરસાદ ચાલુ રહેશે
રાજ્યમાં 10 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ બદલાયેલી વેધર પેટર્ન માત્ર ગુજરાત જ નહીં, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કોંકણમાં પણ 15 એપ્રિલ સુધી અસર કરશે.
1. 3 થી 6 એપ્રિલ: સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે.
2. 7 થી 10 એપ્રિલ: મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળશે.
3. પવનનો ફફડાટ: વરસાદ પહેલા પવનની ગતિમાં ભારે ઉછાળો આવશે, જે ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
ગરમીનો બીજો રાઉન્ડ ક્યારે ?
અત્યારે ભલે તાપમાનમાં ઘટાડો થયો હોય, પરંતુ આ રાહત ક્ષણિક છે. હવામાન વિભાગના મતે 15 એપ્રિલ સુધી વાતાવરણ ડિસ્ટર્બ રહેશે, પરંતુ 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ફરીથી વધશે અને તાપમાનનો પારો ઊંચે જશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.