રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આજથી વિવિધ સ્થળો પર માવઠું પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
રાજયમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વચ્ચે લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે અને તેના કારણે વિઝીબીલીટી પર પણ તેની અસર જોવા મળે છે તો સાથે કોલ્ડ વેવ પણ ફૂંકાઇ રહ્યો છે. રાજ્યમાં આજથી વિવિધ સ્થળો પર માવઠું પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં જોરદાર ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉભઉ થવાના કારણે રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને તેના કારણે સૂર્યનારાયણના દર્શ કરવા દુર્લભ થઇ ગયા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી છે . આજથી 28 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે.
એક તરફ અરબ સાગરમાં ટ્રફ તો દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થયું છે અને દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
રાજ્યમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે તો સાથે સાથે કેટલાક સ્થળો પર કરા પણ પડી શકે છે. 26 ડિસેમ્બર, ગુરૂવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાદ તથા નવસારીમાં વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
જો કે આ સ્થિતીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની કોઈ શક્યતા જણાતી નથી. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. આ સિવાય મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને, નર્મદા, સુરત, તાપી, નર્મદા ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દીવ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.