અમદાવાદમાં અઢી ઈંચ વરસાદ: AMCના દાવા પોકળ
શહેરમાં સરેરાશ અઢી ઈંચ કરતા વધુ વરસાદ નોધાયો છે

અમદાવાદ વરસાદ

અમદાવાદ વરસાદ
ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં મોડી રાતથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે પૂર્વ શહેરના અને પશ્ચિમ વિસ્તારના અનેક જગ્યાએ ઢીંચણસમા પાણી ભરાયેલું જોવા મળ્યું છે. સવારના 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઈંચ કરતા વધુ વરસાદ નોધાયો છે, જે પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘુટણસમા પાણી ભરાઈ જતાં ઘર દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અઢી ઈંચ જેટલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે.
વટવામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો :
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઠેર ઠેર ઘુટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરેલું જોવા મળ્યું હતું. લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયેલું અહેવાલ સામે આવ્યા હતા. જેના કારણે લોકોના ઘરવખરીને નુકસાન થયા છે. લોકો ઘરમાંથી પાણી ઉલેચતા જોવા મળ્યા હતા. નારોલ,રામોલ, હાટકેશ્વર જેવા વિસ્તારોમાં વાહનચાલકો પાણીમાં જ ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તંત્રના સ્માર્તસીટીના દાવા પોકળ સાબિત થયા હતા. જ્યારે વાસણા,ઓઢવ જેવા વિસ્તારમાં ત્રણ ઈંચ વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બીજી તરફ અમદાવાદ જિલ્લામાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3.54 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં અમદાવાદના દસ્કોઈમાં 3.54 ઈંચ, બાવળામાં 2.9 ઈંચ,ધોળકામાં 1.57 ઈંચ વરસાદ નોધાયો હતો.
અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ :
અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ :
જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન,પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!