Amreli : ભેંસણીયા ડેમે ભરખ્યા બે માસૂમ, પરિવાર અને ગામ શોકમાં ગરકાવ
સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકો ડૂબી જતાં કરુણ મોત. એકનો બચાવ થયો, જ્યારે મૃતકના ફોઈને આઘાત લાગ્યો...

સાવરકુંડલામાં હૃદયદ્રાવક ઘટના...

સાવરકુંડલામાં હૃદયદ્રાવક ઘટના...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં ભેંસણીયા ડેમના પાણીમાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનામાં એક બાળકનો આબાદ બચાવ થયો છે, પરંતુ બે જિંદગીઓ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ બાળકો ભેંસણીયા ડેમ પાસે રમતા હતા અને ત્યારબાદ ન્હાવા માટે પાણીમાં ઉતર્યા હતા. કમનસીબે, પાણીની ઊંડાઈ કે પ્રવાહનો અંદાજ ન આવતા, બે બાળકો ગરકાવ થઈ ગયા હતા. ત્રીજો બાળક મોહિત મનીષભાઈ સોલંકી સમયસર મદદ મળતા બચી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ બંને મૃતક બાળકોના દેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કરુણ દ્રશ્યો જોઈને ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
મૃતક બાળકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ આઘાત એટલો ગંભીર હતો કે, મૃતક બાળકના ફોઈ પણ આ દુર્ઘટનાના આઘાતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર પાણીવાળા વિસ્તારોમાં બાળકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક તંત્ર અને પરિવારજનો દ્વારા આવા સ્થળોએ બાળકોને એકલા ન જવા દેવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાથી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ગમગીની છવાઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!