આજે ફરી એક વખત સાયરન, મોકડ્રિલ અને અંધારપટ છવાશે, જાણો ક્યા જિલ્લામાં કેટલા વાગ્યે બ્લેકઆઉટ
સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ

આજે ફરી એક વખત રાજ્યમાં મોકડ્રિલ

આજે ફરી એક વખત રાજ્યમાં મોકડ્રિલ
22 એપ્રિલના રોજ થયેલા પહેલહગામ આતંકી હુમલા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એજ દિવસે અલગ અલગ 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેક આઉટ કરવામાં આવ્યા હતા. આજે ફરી એક વખત 24 દિવસ બાદ સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તારોમાં 'ઓપરેશન શિલ્ડ' અતંર્ગત મોકડ્રિલ યોજાશે.
રાજ્યના વિવિધ 18 જિલ્લાઓમાં સાંજના 5થી8 દરમિયાન સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવશે.જે સ્થળે મોકડ્રિલ યોજાશે તેની આસપાસના વિસ્તારમાં જ બ્લેક આઉટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખવામાં આવી હતી અને તે હવે 31મીએ યોજવામાં આવી રહી છે.બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાશે તથા વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7.45 કલાક થી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેક આઉટ કરાશે.
જાણો ક્યાં અને કેટલાં વાગ્યે બ્લેકઆઉટ
પાટણ, નવસારી, સુરત, જામનગર, કચ્છ, વલસાડ, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં 8 થી 8.30ની વચ્ચે બ્લેકઆઉટ કરવામાં આવશે. વડોદરામાં 7.30 થી 7.45 સુધી બ્લેકઆઉટ રહેશે. ખેડામાં 8 થી 8.15, રાજકોટ 8.30 થી 8.45 સુધી, તાપી, મહીસાગર, દાહોદ,ગોધરામાં 8 થી 8.15 સુધી બ્લેક આઉટ રહેશે. અમદાવાદમાં 7.45 થી 8.15 સુધી બ્લેકઆઉટ રહેશે.
આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનો તથા પોતાના ઘરમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!