તિરુપતિ મંદિરમાં હવે દુપટ્ટા ઘોટાલો
તિરુપતિ મંદિરમાં નવું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ટ્રસ્ટને 55 કરોડની છેતરપિંડી થઈ

તિરુપતિ મંદિર

તિરુપતિ મંદિર
આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિરમાં લાડુ વિવાદ અને પરકામણી કેસ ઉપરાંત હવે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ટ્રસ્ટનો આરોપ છે કે, છેલ્લા એક દાયકામાં એટલે કે 2015થી 2025 સુધી, ભક્તો અને દાતાઓને આપવામાં આવેલા પવિત્ર રેશ્મી દુપટ્ટા ખરેખર 100% પોલિએસ્ટરના હતા. આ છેતરપિંડીને કારણે TTD ટ્રસ્ટને આશરે 55 કરોડની છેતરપિંડી થઈ હોવાનો આરોપ છે, જેણે આ મામલો આંધ્ર પ્રદેશ એન્ટી-કરપ્શન બ્યુરોને સોંપ્યો છે.
મંદિર ટ્રસ્ટને આર્થિક નુકસાન પહોંચાડ્યું
નિયમ મુજબ, દરેક દુપટ્ટામાં શુદ્ધ શતૂત રેશમ અને રેશમનું હોલોગ્રામ હોવું ફરજિયાત હતું. આ દુપટ્ટા VIP દર્શન દરમિયાન રંગનાયકુલા મંડપમમાં વેદાસિરવાચનમ સમયે દાતાઓને અને અન્ય શ્રદ્ધાળુઓને ભેટમાં આપવામાં આવે છે. જોકે, સપ્લાયર ફર્મે સસ્તા પોલિએસ્ટરની આપૂર્તિ કરીને મંદિર ટ્રસ્ટને છેતર્યો અને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
બધા દુપટ્ટા પોલિએસ્ટરના હતા
TTD ચેરમેન બી. આર. નાયડુની અધ્યક્ષતામાં બોર્ડે આ કૌભાંડની તપાસ માટે પગલા લીધા હતા. દુપટ્ટાના નમૂનાઓ વેરહાઉસ અને મંદિર પરિસરમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને બેંગલુરુ તેમજ ધર્મવરમની સેન્ટ્રલ સિલ્ક બોર્ડ લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં બન્ને રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે, બધા દુપટ્ટા પોલિએસ્ટરના હતા, જે શુદ્ધ રેશમના હોવા જોઈએ.
આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં 100 કરોડની ચોરીનું કૌભાંડ
'ઓમ નમો વેંકટેશાય' લખેલું હોવું જોઈએ
મંદિરના નિયમો મુજબ, દુપટ્ટા સંપૂર્ણપણે શુદ્ધ શતૂત રેશમમાંથી વણાયેલા હોવા જોઈએ અને તાણા તથા વાણા બંનેમાં 20/22 ડેનિયરના દોરાનો ઉપયોગ થવો જોઈએ, જેથી દુપટ્ટાની ન્યૂનતમ જાડાઈ 31.5 ડેનિયર હોય. દરેક વસ્તુ પર એક તરફ સંસ્કૃતમાં અને બીજી તરફ તેલુગુમાં 'ઓમ નમો વેંકટેશાય' લખેલું હોવું જોઈએ, આ સાથે જ શંકુ, ચક્ર અને નમમ્ના પ્રતીકો પણ હોવા જોઈએ. દુપટ્ટાનું કદ, વજન અને બોર્ડર ડિઝાઈન પણ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે.
બોર્ડે આ તપાસ એન્ટી-કરપ્શન બ્યુરોને સોંપી
તાજેતરમાં, દુપટ્ટા સપ્લાયર નાગરીની VRS એક્સપોર્ટ્સને 15,000 વધુ દુપટ્ટાનો નવો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો, જેના પર હવે રોક લગાવી દેવામાં આવી છે. બોર્ડે આ મામલાની તપાસ એન્ટી-કરપ્શન બ્યુરોને સોંપતા કથિત છેતરપિંડી કરનારા લોકોની ઓળખ કરવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?