અમદાવાદના ફ્લાવર શોમાં ટિકીટ કૌંભાડ
ફ્લાવર શો માટે તૈયાર કરાયેલી 6.50 લાખથી વધિુ ટિકીટમાંથી કેટલીક ટિકીટ ચોરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું

અમદાવાદના ફ્લાવર શોમાં ટિકીટ કૌંભાડ

અમદાવાદના ફ્લાવર શોમાં ટિકીટ કૌંભાડ
અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં ટિકીટનું કૌંભાડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે. ફ્લાવર શોમાં આવેલા મુલાકાતીઓ પાસેથી જે ટિકીટો મળી છે તે અસલી ટિકીટ જેવી જ છે અને આવી 52 ટિકીટ લોકો પાસેથી મળી આવી છે. આ મામલે રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે. ફ્લાવર શો માટે તૈયાર કરાયેલી 6.50 લાખથી વધિુ ટિકીટમાંથી કેટલીક ટિકીટ ચોરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
ત્રીજી જાન્યુઆરીએથી અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ થયો છે.લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો જોવા આવી રહ્યા છે. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોની ટિકીટમાં કૌંભાડ આચરાયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ ફ્લાવર શોમાં લોકો પાસેથી પ્રિન્ટ કરેલી ટિકીટ મળી આવી છે . વાસ્તવમાં ઓનલાઇન ટિકિટ ખરીદીનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો પણ લોકો પ્રિન્ટ થયેલી ટિકીટો લઇને પહોંચતા આ કૌંભાડનો ઘટસ્ફોટ થયો છે. લોકો પાસેથી જે ટિકીટ મળી છે તેમાં 70 રુપિયાના દરની 27 અને 100 રુપિયાના દરની 25 ટિકીટ મળી છે. આ ટિકીટ અસલી ટિકીટ જેવી જ લાગે છે. આ પ્રકારની 52 ટિકીટ મળી આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની ટિકીટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ જે કંપનીને આપ્યો હતો. ત્યાંથી જ કોઇએ ટિકિટો ચોરી લીધી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. આ મામલે રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધીને આ કૌંભાડ આચરનારા શખ્સોની સામે તપાસ શરુ કરી છે.
ઉલ્લેખનિય છે કે ફ્લાવર શોમાં 12 વર્ષની ઉંમરના મુલાકાતીની ટિકીટનો દર સોમથી શુક્ર 70 રુપિયા છે અને શનિ-રવિમાં 100 રુપિયા છે.જો કે મ્યુનિસીપલ સ્કુલના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે ખાનગી સ્કુલના વિદ્યાર્થીઓને 10 રુપિયા ફી ભરવી પડે છે. ફ્લાવરશોમાં 500 રુપિયાની ટિકીટમાં વીઆઇપી એન્ટ્રી અપાય છે જે માત્ર સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 વાગ્યાના સમયમાં જ એન્ટ્રી મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.