રાજ્યભરમાં વીજળી સાથે વરસાદનો માહોલ, 40-50 કિમી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઝડપથી પવન ફુંકાવાની આગાહી છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી
આજ રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વરસાદ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં રહેશે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે.
આજરોજ જે જિલ્લામાં વરસાદની આગાહી છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
તે સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પણ વરસાદથી અસરગ્રસ્ત રહી શકે છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર ઉપરાંત ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. આ સમગ્ર રાજ્યમાં લોકો માટે સુરક્ષાની દૃષ્ટિએ ચેતવણી જારી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?