રાધનપુર-મહેસાણા હાઈવે પર રીક્ષા અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતહેદને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ આઈસર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. જોકે, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક જ પરિવારના ત્રણના મોત
આજે રાધનપુર નજીક કમકમાટીભર્યા અકસ્માતમાં એક જ પરિવારના માતા-પુત્ર સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. રાધનપુરથી વરણા જઈ રહેલી રીક્ષાની ટક્કર ટેમ્પો સાથે થઈ હતી. જેથી રીક્ષાના કૂરચેકૂરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકના નામ:
1.આશિષ પોપટભાઈ નિરાશ્રિત ઠાકોર, ઉંમર 12 વર્ષ
2.વિરમભાઈ રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર
3.ગલાલબેન રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર