માલણ ગામમાં દારુબંધીના કડક અમલ માટે અનોખી પહેલ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે દારૂના દૂષણને નાથવા માટે કમર કસી

દારુબંધીના કડક અમલ માટે અનોખી પહેલ

દારુબંધીના કડક અમલ માટે અનોખી પહેલ
ગુજરાતમાં સ્થાપના કાળથી જ દારુબંધી અમલમાં છે, પરંતુ તેના છતાં રાજ્યમાં ગેરકાયદેસર દારુનું વેચાણ અને સેવન ચાલુ જ છે. આવા વ્યસનને નાથવા માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામમાં અનોખી પહેલ કરવામાં આવી છે. ગામની ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને નિર્ણય લેવાયો છે કે, જો કોઈ વ્યક્તિ દારુનું વેચાણ કે સેવન કરતા ઝડપાશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામ પંચાયત તરફથી મળતી તમામ સુવિધાઓ – જેમ કે પાણીનું કનેક્શન, રેશન કાર્ડ, વીજ કનેક્શન, સરકારી યોજનાઓના લાભ અને જરૂરી દસ્તાવેજો – તેને આપવામાં આવશે નહીં.
માલણ ગામની આ પહેલને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે ગામવાસીઓને જાણ કરી દીધી છે. ખાસ કરીને, આજે ડાયરા અને અન્ય સમારોહોમાં પણ દારુનું સેવન વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવાયા છે. જો કોઈ વ્યક્તિ પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પંચાયતની તમામ સુખ-સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.
આ પહેલ બનાસકાંઠા જિલ્લામાં અન્ય ગામોમાં પણ જોવા મળી છે. ઉદાહરણ તરીકે, જિલ્લાના અન્ય એક ગામમાં દારુ સાથે સંકળાયેલા વ્યક્તિને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય લેવાયો છે. તેમ જ અંબાજી નજીકના ઢુવા ગામમાં તો વધુ કડક પગલાં લઈને દારુ પીનાર કે વેચનારને મુંડન કરીને 51 હજાર રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે મુંડનનો નિર્ણય પાછો ખેંચાયો,આવા પગલાંથી જિલ્લામાં વ્યસનમુક્તિ તરફના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.
આજે ડાયરામાં પણ લોકો દારૂ પીવે છે. જો હવે લોકો પીધેલી હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગ્રામ પંચાયત તરફથી અપાતી દરેક સુવિધા જેવી કે, પાણી, રેશન કાર્ડ, લાઇટ કનેક્શન, જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે દારુનું વેચાણ કે પીનારાને આપવામાં નહીં આવે. ગ્રામ પંચાયત તરફથી મળતી દરેક સલવત, સરકારી યોજનાઓના લાભ અને જરૂરી તમામ સુખ-સુવિધા ગ્રામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે.
આ ઘટના ગુજરાતમાં દારુબંધીના અમલને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં, રાજ્યમાં ગેરકાયદેસર દારુનું વેચાણ ચાલુ જ છે, જેમ કે તાજેતરમાં બનાસકાંઠામાં જ રૂ. ૧૯.૪૭ લાખના દારુના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક વહીવટ અને પોલીસને આવા વ્યસન વિરોધી અભિયાનમાં વધુ સક્રિય બનવું પડશે. આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?