પોલીસ ભરતીમાં વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં આવેલા 32 વર્ષના યુવાનનું મોત થતાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુવક પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા આપવા આવ્યો હતો

યુવક પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષા આપવા આવ્યો હતો
પોલીસ ભરતીમાં વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો. સુરતની ઘટના બાદ જૂનાગઢમાં પોલીસ ભરતીમાં આવેલા 32 વર્ષના યુવાનનું મોત થતાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મૌલિક બારૈયા નામના યુવક PSIની ભરતીની શારીરિક પરીક્ષા આપવા આ યુવાન આવ્યો હતો. એક રાઉન્ડમાં યુવાન નાપાસ થયો હતો. પરીક્ષા આપી પોતાના મિત્રના ઘરે ગયો ત્યારે તેને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું.
ગઇ કાલે સુરતમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. જેમાં પોલીસ ભરતી માટે દોડ માટે આવેલા યુવકનું દોડતા સમયે એકાએક ઢળી પડ્યો હતો.આથી હાજર પોલીસ સ્ટાફ દોડી આવી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં દોડ સમયે યુવકોએ જીવ ગુમાવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.