2024નું વર્ષ ગુજરાતમાં હ્રદય ઘાતક બન્યું, સરેરાશ 230 કેસ નોંધાયા
ગુજરાતમાં કાર્ડિયાક ઇમરજન્સીમાં 18 ટકાનો વધારો, શિયાળો બન્યો વધુ ઘાતક

2024નું વર્ષ ગુજરાતમાં હ્રદય ઘાતક બન્યું, સરેરાશ 230 કેસ નોંધાયા

2024નું વર્ષ ગુજરાતમાં હ્રદય ઘાતક બન્યું, સરેરાશ 230 કેસ નોંધાયા
રાજ્યમાં આ વર્ષે રોજ સરેરાશ 230 વ્યકતિ હાર્ટને લગતી બિમારીનો ભોગ બન્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળેલી માહિતી મુજબ જે વ્યક્તિઓને માત્ર 20 ટકા બ્લોકેજ હતું તેમને કોરોનાના ચેપ પછી બ્લોકેજ 90 ટકા સુધી પહોંચી ગયું હોવાનું તપાસમાં જણાયું છે. આલ્કોહોલ, ઝડપી લાઇફ સ્ટાઇલ સહિતની અનેક કૂટેવોના કારણે યુવાનોના હ્રદય નબળા પડ્યા છે.
ગુજરાતમાં 2023થી સરખામણીએ ચાલુ વર્ષે 2024માં હ્રદય રોગને લગતી બિમારીઓમાં 17 ટકા જેટલો વધારો થયો છે. 108 ઇમરજન્સીને 2023માં હ્રદયરોગ સંબંધીત ઇણરજન્સીના 71561 કોલ્સ મળ્યા હતા પણ ત્યારબાદ 2024માં 26 ડિસેમ્બર સુધીમાં હ્રદય રોગની બિમારીને લગતી ઇમરજન્સીમાં 83480 જેટલા કોલ્સ મળ્યા હતા જેનો મતલબ એ છે કે આ વર્ષે હ્રદય રોગને લગતી બિમારીના કેસમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે.
આમ તો શિયાળામાં હ્રદયરોગને લગતી બિમારીના કેસોમાં વધારો થતો હોય છે પણ આ વર્ષે ઠંડીમાં પણ હ્રદય રોગની બિમારીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે આ પ્રકારના સરેરાશ 196 જેટલા કોલ આવ્યા હતા તો આ વર્ષે વધીને સરેરાશ 230 જેટલા કોલ્સ આવ્યા છે.
બદલાયેલી લાઇફસ્ટાઇલ, આલ્કોહોલ, ઘુર્મપાન સહિતની કૂટેવોના કારણે હ્રદયરોગની બિમારી વધી રહી છે. યુવાનોમાં વધુ આ બિમારી જોવા મળી રહી છે અને તેમના હ્રદય નબળા પડી રહ્યા છે. ખાસ કરીને કોવિડ પછી હ્રદયરોગની બિમારીમાં ચિંતાજનક વધારો થયો છે. સાત કલાકથી ઓછી ઉંઘ લેતા લોકોને પણ આ બિમારીની શક્યતા રહે છે. જો કે કોરાના કે તેની રસીના કારણે હ્રદય રોગની બિમારીને કોઇ સંબંધ છે કે કેમ તેવું સાબિત હજું સુધી થઇ શક્યું નથી.
ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આ વર્ષે કાર્ડિયાક ઇમરજન્સીના 24460 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં 4848, સુરતમાં 5333 અને વડોદરામાં 3568, જામનગરમાં 2845 કેસ નોંધાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.