પરિવાર ફસાયો ચકડોળમાં ઉપર, ઓપરેટરની ઘોર બેદરકારી!
રાજકોટના અટલ સરોવર રાઈડ્સની બેદરકારી સામે આવી, ચકડોળમાં બેઠેલાના જીવના સામે શું કાર્યવાહી?

ચકડોળ બંધ કરી દેતા પરિવાર ઉપર અટવાયો

ચકડોળ બંધ કરી દેતા પરિવાર ઉપર અટવાયો
રાજકોટવાસીઓના મનગમતા ફરવાના સ્થળ અટલ સરોવર ખાતે ગત મોડી રાત્રે બનેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. રાત્રિના લગભગ 10:30 વાગ્યાની આસપાસ સરોવર ખાતે આવેલી ચકડોળ રાઈડમાં ઓપરેટરની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે એક પરિવારના પાંચથી છ સભ્યોના જીવ જોખમમાં મુકાયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ચકડોળ રાઈડ લગભગ 100 ફૂટની ઊંચાઈ પર પહોંચી હતી, તે જ સમયે રાઈડના જવાબદાર ઓપરેટરે કોઈ પણ જાતની જાણ કર્યા વગર ચકડોળ બંધ કરી દીધું અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. અચાનક રાઈડ બંધ થઈ જતાં તેમાં સવાર લોકો આટલી ઊંચાઈએ હવામાં જ લટકી પડ્યા હતા. એક જ પરિવારના લગભગ 4-5 જેટલા સભ્યો ચકડોળમાં ઉંચે અટકાઈ ગયા હતા.
આશરે 20 મિનિટ સુધી લોકો હવામાં અધ્ધર લટકેલા રહ્યા હતા. ચકડોળમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા હતા, જ્યારે નીચે હાજર તેમના સગા-સંબંધીઓમાં પણ ભય અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ ચકડોળના અન્ય કર્મચારીઓ સફાળા જાગ્યા હતા અને જહેમત ઉઠાવીને તમામને સહી-સલામત રીતે નીચે ઉતારી લીધા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઓપરેટરની આ લાપરવાહીએ સુરક્ષાના માપદંડો પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.
આ મામલે રાજકોટના ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણીએ મીડિયાને જણાવ્યું હતું કે આ એક ગંભીર બેદરકારી છે. તેમણે સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ મંગાવી તપાસ કમિટીના રિપોર્ટ બાદ યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી.
જો બેદરકારી સાબિત થશે, તો કોન્ટ્રાક્ટ એજન્સી સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. હાલમાં અટલ સરોવર ખાતેની તમામ રાઈડ્સની સુરક્ષા તપાસ કડક બનાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?