ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું
20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો

20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો

20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યો
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગર નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું હતું. 20 સભ્યોના આ શાહી પરિવારને ભાવનગરની ટીમે નોંધ્યું હતું. સિંહનું વિશાળ કુટુંબ જોવા મળતાં વનકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્રમાં એક ટીમ દ્વારા 20 સિંહોનો બીજો સમૂહ જોવા મળ્યો હતો. રાજસ્થળી-વીરડી વિસ્તારમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓને વિશાળ પરિવાર જોવા મળ્યો હતો.
આ વિસ્તારમાં નવ સિંહનો અન્ય સમૂહ પણ જોવા મળ્યો હતો. જે ભાવનગર સિંહ માટે મહત્ત્વપૂર્ણ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે.
મીતીયાળા અભ્યારણ્ય વિસ્તારમાં બીજી ટીમને 17 સિંહનો પરિવાર જોવા મળ્યો હતો. ગીરમાં લગભગ 10-12 સિંહનું ટોળું સામાન્ય હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે તેમને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.
ભાવનગરના ડીએફઓ સાદિક મુજાવરે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં 133 ગણતરી યુનિટમાં ગણતરી કરાઇ તેમાં 500થી વધુ કર્મચારો અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ વિસ્તાર સિવાય હવે આગળના ભાગોમાં પણ સિંહ જોવા મળે છે. સિમ્બા સોફ્ટવેરનો ઉફયોગ કરી ડુપ્લીકેશન ના થાય તેનું ધ્યાન રખાય છે અને વસતીનો અંદાજ આવશે 2019માં 73 સિંહ હતા અને હાલમાં તેમાં થોડો વધારો થશે તેવો અંદાજ થશે. ભાવનગર સહિતનો આસપાસનો વિસ્તાર સિંહ માટે અનુકુળ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?