વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા ઉપર ગેંગરેપની ઘટનાથી ચકચાર
બાઈક ઉપર આવેલા બે શખ્સો દુષ્કર્મ આચરી ફરાર

વડોદરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી આરોપી ફરાર

વડોદરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી આરોપી ફરાર
ગાંધીનગર: આનંદ ઉત્સાહ સાથે નવરાત્રિ પર્વની ઊજવણી થઈ રહી છે. ત્યારે વડોદરાના ભાયલી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સગીરા ઉપર ગેંગરેપ ઘટના બનતાં ચકચાર મચી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ પાસેથી પોલીસને તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળ્યાં છે. પોલીસે બંને વસ્તુ કબજે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. બંને ભેગા થઈને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટીની બાજુમાં બેસવા ગયા હતા. 12 વાગ્યાના સુમારે બે બાઈક પર પાંચ શખ્સો આવ્યા હતા. એક બાઈક પર બે અને બીજી બાઈક પર ત્રણ શખ્સો હતા. પાંચ શખ્સોએ પહેલાં અપશબ્દો બોલતાં પીડિતા અને તેના મિત્ર સાથે બબાલ થઈ હતી.
ત્યારબાદ બે શખ્સો નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખી બે શખ્સોએ પીડિતા પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ પીડિતાએ મિત્ર સાથે પોલીસ સ્ટેશન જઈને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી પોલીસને પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
પોલીસે વધુમાં જણાવ્યુ કે પીડિતા અને તેના મિત્ર આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી. આરોપીની વાતની શૈલી, શરીરનો બાંધો કેવો હતો તે અંગે જણાવ્યું છે. ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતા ઘરેથી 10.30 કે 10.45 વાગ્યાના અરસામાં નીકળી હતી. તેના મિત્રને 11 વાગ્યે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી. ત્યાંથી મિત્રની સ્કૂટી પર બંને સનસિટી વિસ્તારમાં 11.45 વાગ્યાના અરસામાં પહોંચ્યાં હતાં.
પોલીસે ઉમેર્યુ કે, પીડિતા પરપ્રાંતીય છે. તેનો મિત્ર કોણ છે તેનો કોઈ આઈડિયા નથી. તે સ્થાનિક હોવાનું લાગી રહ્યુ છે. આરોપીઓ હિન્દી-ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. પાંચ શખ્સો પૈકી બે સગીર હતા અને તેઓ બંને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા. પીડિતા અને તેનો મિત્ર અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠાં હતાં. બંને વાતો કરતાં હતાં ત્યારે પાંચેય શખ્સો આવ્યા હતા.
પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા એલસીબી, એસઓજી અને શહેર પોલીસ મળી 5 ટીમો કામે લાગી છે.
જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, ઘટના સ્થળેથી પીડિતાએ પહેરેલા એક-બે દાગીના મળ્યા છે અને આરોપીઓના અમુક ગેઝેટ્સ મળ્યા છે. આરોપીઓને શોધવા તમામ ટીમો કામે લાગી છે. પીડિતાનું કાઉન્સેલિંગ કરી દોઢ-બે કલાક વાતચીત પછી ફરિયાદ દાખલ કરી છે. પીડિતા અને તેના મિત્ર પાસેથી મળતી વાત મુજબ આરોપી અંદાજે 30 થી 35 વર્ષનો હોઈ શકે છે. તેમણે ઉમેર્યુ કે પીડિતા ઘરમાં મિત્રને મળવા માટે જવાનું કહી નિકળી હતી. ગરબા રમવા માટે ગઈ નહોતી. તે રેગ્યુલર ડ્રેસ પહેરીને નિકળી હતી. સ્થળ ઉપરથી તૂટેલાં ચશ્મા, ઝાંઝર અને પુરાવા રૂપ વસ્તુઓ મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?