ભૂકંપના 25 વર્ષ બાદ પણ ભુજની જર્જરિત ઈમારતોનો શું?
હાઈ-રિસ્ક ભૂકંપ ઝોનમાં હોવા છતાં તંત્ર બેપરવા, ભુજમાં આવેલી 9 જોખમી બિલ્ડિંગોનો ખતરો યથાવત

ભુજની જર્જરિત ઈમારતોનો શું?

ભુજની જર્જરિત ઈમારતોનો શું?
26 જાન્યુઆરી 2001ના રોજ જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે સવારે 8:46 કલાકે કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. 7.7ની તીવ્રતાના એ ભૂકંપે કચ્છને સ્મશાનમાં ફેરવી નાખ્યું હતું. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો મકાનો જમીનદોસ્ત થઈ ગયા. ભુજ શહેરનું હૃદય ગણાતા અનેક વિસ્તારો ખંડેર બની ગયા હતા.
આજે આ હોનારતને 25 વર્ષ વીતી ગયા છે, કચ્છ બેઠું પણ થયું છે, પરંતુ ભુજમાં કેટલીક એવી ઈમારતો હજુ પણ ઉભી છે જે કોઈ પણ ક્ષણે બીજી મોટી હોનારતને આમંત્રણ આપી શકે તેમ છે.
ભૂકંપ બાદ જર્જરિત થયેલી અનેક બહુમાળી ઇમારતોને તોડી પાડવાના આદેશો અપાયા હતા. પરંતુ અઢી દાયકા પછી પણ ભુજ શહેરમાં અંદાજે 9 જેટલી હાઈ-રાઈઝ ઇમારતો જોખમી હાલતમાં ઉભી છે. સામાજિક આગેવાન મિતેશ શાહ છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડત ચલાવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. પ્રશ્ન એ છે કે જો આ ઇમારતો તૂટી પડશે અને જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે?
માત્ર એક બિલ્ડિંગ તોડી પાલિકાએ માણી લીધો સંતોષ:
ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપ સિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, પાલિકાએ તાજેતરમાં રેલવે સ્ટેશન પાસે આવેલી ક્રિષ્નાપાર્ક બિલ્ડિંગ તોડીને પોતાની કામગીરીનો સંતોષ માની લીધો છે. પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક બિલ્ડિંગો જેની છત અને પાયા નબળા પડી ગયા છે, તે ભરચક રહેણાંક વિસ્તારોમાં ઉભી છે.
ભૂકંપ ઝોન-5 અને સતત ધ્રૂજતી ધરા:
કચ્છ ભૌગોલિક રીતે ભૂકંપ ઝોન-5 (હાઈ રિસ્ક ઝોન)માં આવે છે. અહીં દર વર્ષે સેંકડો નાના-મોટા આંચકા અનુભવાય છે. આવા સંજોગોમાં આ જર્જરિત ઇમારતો 'ટાઈમ બોમ્બ' જેવી છે.
2001ની એ ભયાનક યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે, ત્યારે શું વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો વેધક સવાલ ભુજની જનતા પૂછી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.