શિક્ષણ વિભાગના માનવીય અભિગમથી છોટાઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય!
ધોરણ-10માં અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા અંકિશા પરમાર જાહેર કરાઈ હતી નાપાસ

શિક્ષણ વિભાગે તપાસ કર્યા બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી ખંડ નિરીક્ષકને આપી નોટિસ

શિક્ષણ વિભાગે તપાસ કર્યા બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી ખંડ નિરીક્ષકને આપી નોટિસ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની દિકરી અંકિશા પરમારે ધોરણ-10 બોર્ડ પરીક્ષા દરમિયાન ગેરસમજમાં પોતાની જગ્યા બદલી બીજાં વિદ્યાર્થીના બેઠક નંબર હેઠળ પરીક્ષા આપી હતી. પરિણામે, બોર્ડ દ્વારા તેને ગેરહાજર સમજી નાપાસ જાહેર કરી હતી. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીની અને તેના પરિવારજનોમાં દુઃખ અને નિરાશા વ્યાપી ગઈ હતી.
વિદ્યાર્થીનીની સંવેદનશીલ પરિસ્થિતિ અંગે માધ્યમોમાં સમાચાર આવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ થઈ હતી. તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાને યોગ્ય તપાસ કરી તાત્કાલિક ન્યાય આપવાની સૂચના આપી હતી. શિક્ષણ વિભાગે ગંભીરતાથી તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે અંકિશાએ બેઠક નંબર 73 ના બદલે બેઠક નંબર 71માં બેસીને તમામ વિષયોની પરીક્ષા આપી હતી.
આ તપાસના આધારે બોર્ડે પેપર ચકાસણી કરી પુષ્ટિ કરી હતી કે વિદ્યાર્થીનીએ તમામ પેપર પૂરાં આપ્યાં છે અને ધોરણ 10માં પાસ થઈ છે. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને અંકિશાને ધોરણ-11માં પ્રવેશ માટે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી આપવામાં આવી છે.
જ્યારે પરીક્ષા દરમિયાન બેદરકારી દાખવનાર ખંડ નિરીક્ષકને જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રીએ આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ન બને તે માટે કડક ચેતવણી આપી છે. છોટાઉદેપુરની દીકરીના ભવિષ્ય માટે સરકારના માનવતાવાદી અભિગમના કારણે છોટાઉદેપુરના નસવાડીની અંકિશા પરમારને ન્યાય મળ્યો છે. આ માટે પરિવારજનો અને સ્થાનિકોએ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. શિક્ષણના મહત્વને સમજતાં દીકરીને સમયસર ન્યાય મળ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?