મહેસાણાના ધરોઈ ડેમ ખાતે દેશનો સૌપ્રથમ અને સૌથી લાંબો ‘એડવેન્ચર ફેસ્ટ’ થશે શરૂ
સાહસ, સંસ્કૃતિ અને કુદરતી સુંદરતાનો સમન્વય: 23 મેના રોજ મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન

જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝનું આયોજન

જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ એક્ટિવિટીઝનું આયોજન
મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક આવેલા ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યનો પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ શરૂ થશે. 23 મે 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ATOAI) દ્વારા આયોજિત ‘એડવેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10૦થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે આધુનિક સુવિધા યુક્ત AC ટેન્ટ સહિતનું આયોજન કરાયુ છે.
‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ અંગે પ્રવાસન મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટમાં પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યુ હતું કે, આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓના રહેઠાણ માટે આધુનિક AC ટેન્ટ સિટીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
જેમાં દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના 21 ટેન્ટ અને અંદાજે 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હોલની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એડવેન્ચર ફેસ્ટમાં ઈમર્જન્સી આરોગ્ય સુવિધા, સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં જેવી સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
‘ધરોઈ - એડવેન્ચર ફેસ્ટ’ એ ઉત્સવ નહીં, પણ કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે. વેકેશન દરમિયાન પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈ એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા પ્રવાસન મંત્રીએ પ્રવાસીઓને અનુરોધ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?