સુરતના લિંબાયત વિસ્તારમાં પતંગ પકડતા કિશોરનું મોત
ઉત્તરાયણ પહેલા લિંબાયત વિસ્તારમાં 12 વર્ષના કિશોર પર જૂની દીવાલ પડતાં મોત

લિંબાયત કિશોર દીવાલ દુર્ઘટના

લિંબાયત કિશોર દીવાલ દુર્ઘટના
સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણ પહેલા જ એક અત્યંત દુઃખદ અને હૃદય કંપાવનારી ઘટના બની છે. પતંગ પકડવાની લાલચમાં 12 વર્ષનો એક કિશોર જર્જરિત દીવાલ નીચે દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ ગોઝારી દુર્ઘટનાના પગલે સમગ્ર લિંબાયત વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં સંગમ નજીકના એક મેદાન પાસે આ દુર્ઘટના બની હતી. મૃતક કિશોરની ઓળખ મોહમ્મદ ફૈઝાન તરીકે થઈ છે. ફૈઝાન નજીકના મેદાનમાં પતંગ પકડવા ગયો હતો. આ સમયે મેદાનની બાજુમાં આવેલી અત્યંત જૂની અને જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલનો એક મોટો અને વજનદાર ભાગ સીધો ફૈઝાનની છાતી પર પડ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
દીવાલ પડવાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે મહેનત કરીને દીવાલના કાટમાળ નીચે દબાયેલા કિશોરને બહાર કાઢ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ કિશોરને તપાસીને મૃત જાહેર કર્યો હતો
મૃતક મોહમ્મદ ફૈઝાન તેના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. ઘરના વ્હાલા દીકરાના અકાળે અવસાનથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટના શહેરના નાગરિકો અને વહીવટીતંત્ર માટે જર્જરિત માળખાઓની સલામતી અંગે લાલબત્તી સમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?