રાજ્યના ટ્યુશન ક્લાસિસમાં ઝડપાઇ 7.49 કરોડની કરચોરી
વિવિધ શહેરોમાં જીએસટી વિભાગની ટીમોએ 36 સ્થળો પર પાડ્યા દરોડા

રાજ્યના ટ્યુશન ક્લાસિસમાં ઝડપાઇ 7.49 કરોડની કરચોરી

રાજ્યના ટ્યુશન ક્લાસિસમાં ઝડપાઇ 7.49 કરોડની કરચોરી
સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યના અલગ અલગ શહેરોમાં કોચિંગ ઇન્સ્ટીટ્યુટ પર દરોડા પાડીને 7.49 કરોડની કરચોરી ઝડપી લીધી છો. તપાસ દરમિયાન કુલ રૂપિયા 11.33 કરોડની જવાબદારી પકડાઈ હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી બાદ 2 તારીખે જીએસટી ટીમે રાજ્યના અણદાવાદ, ભરૂચ, ગાંધીનગર, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા, પાલનપુર અને સુરેન્દ્રનગર તથા સુરત અને વડોદરા તથા વલસાડ સહિત 36 સ્થળો પર આવેલી કોચિંગ ઇન્સ્ટીટ્યુટમાં દરોડા પાડ્યા હતા.
જીએસટી વિભાગે તમામ ટ્યુશન ક્લાસના દસ્તાવેજો તથા નાણાંકિય વ્યવહારો ચકાસ્યા હતા. તપાસ દરમિયાન જીએસટીની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વેરાના દરનું ખોટુ વર્ગીકરણ કરાયું હતું તથા વેરાશાખનો ખોટો દાવો અને બિન હિસાબી વેચાણ જેવી અનિયમીતતા કરી હતી.
પ્રાથમિક તપાસમાં આશરે 7.49 કરોડની કરચોરી જોવા મળી હતી અને 11.33 કરોડની કૂલ જવાબદારી પણ જોવા મળી હતી. કર વિભાગ દ્વારા સરકારી આવકની વસુલાત માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી પણ શરુ કરાઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.