સાબરકાંઠાના હિંમતનગરમાં 8 વર્ષના બાળકને HMPV કેસના લક્ષણો
બાળક એક ખાનગી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર, બ્લડના સેમ્પલ ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા

હિંમતનગરમાં 8 વર્ષના બાળકને HMPV કેસના લક્ષણો

હિંમતનગરમાં 8 વર્ષના બાળકને HMPV કેસના લક્ષણો
સાબરકાંઠા: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) ચેપનો પ્રથમ શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં HMPV ચેપનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ બાળક એક ખાનગી હોસ્પિટલના ICUમાં વેન્ટિલેટર પર છે. તેમના બ્લડના સેમ્પલ ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
આ કેસ ગુજરાતમાં HMPVનો બીજો શંકાસ્પદ કેસ છે. આના બે દિવસ પહેલા રાજ્યમાં HMPV ચેપનો પહેલો કેસ નોંધાયો હતો, જ્યાં 2 મહિનાના બાળકને ચેપની પુષ્ટી થઈ હતી, જેના વિશે માહિતી આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ HMPV અંગે સતર્ક છે અને ચેપનો સામનો કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલોમાં 15-15 બેડવાળા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને HMPV ચેપ અંગે સતર્ક રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, HMPV ચેપ વિશ્વભરમાં છે અને શ્વસન રોગોનું કારણ બને છે. જોકે, હાલમાં ભારતમાં કોઈ અસામાન્ય વધારો નોંધાયેલો નથી.
HMPV વાયરસને લઈને રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPVના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં પણ HMPVના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે આજે આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાશે. HMPVના દેશમાં સાત કેસ પૈકી એક કેસ અમદાવાદમાં સારવાર હેઠળ છે. સરકારે કહ્યું હતું કે HMPV વાયરસથી ડરવાની કોઈ જરુર નહીં.
રાજ્યમાં HMPVનો પ્રથમ કેસ આવ્યા બાદ અમદાવાદ સિવિલ પ્રશાસન તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન વોર્ડને HMPV વોર્ડમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 બેડ HMPVના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર HMPV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં કેસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.