Amreli : જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ, ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર!
જાફરાબાદના દરિયામાં એક અજાણી અને શંકાસ્પદ બોટ દેખાતા ગુજરાતની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી...

રહસ્યમય બોટની હલચલ...

રહસ્યમય બોટની હલચલ...
ગુજરાતની સંવેદનશીલ દરિયાઈ સીમા પર ફરી એકવાર રહસ્યમય હિલચાલ સામે આવી છે. જાફરાબાદના દરિયાકાંઠે અજાણી અને શંકાસ્પદ બોટ દેખાતા રાજ્યની સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચ્યો છે. સ્થાનિક માછીમારોની સતર્કતા અને જાણકારીના આધારે તુરંત જ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સમગ્ર ઘટનાક્રમ...
જાફરાબાદના દરિયામાં અજાણી બોટ દેખાતા સ્થાનિક માછીમારોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શંકાસ્પદ બોટ અચાનક ફરાર થઈ ગઈ હતી. માછીમારોએ તાત્કાલિક આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરતા સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા સમજીને કોસ્ટગાર્ડે દમણથી હેલિકોપ્ટર બોલાવીને તપાસ શરૂ કરી. હેલિકોપ્ટરને જોઈને શંકાસ્પદ બોટ વધુ ઝડપથી ભાગી રહી હોવાનું સામે આવ્યું છે, જેણે શંકા વધુ ગાઢ બનાવી છે.
સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર...
આ શંકાસ્પદ બોટના કારણે દરિયામાં સુરક્ષા એજન્સીઓની તપાસ વધુ તેજ બની છે. અમરેલીમાં પીપાવાવ મરીન પોલીસ દ્વારા મધદરિયે પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ દ્વારા કડક વોચ રાખવામાં આવી રહી છે.
ધારાસભ્ય હીરા સોલંકીની સક્રિયતા...
જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પણ બંદર પર પહોંચ્યા હતા. તેમણે વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરીને અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગેની માહિતી મેળવી હતી. હજુ સુધી શંકાસ્પદ બોટ અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ ગુજરાતની દરિયાઈ સુરક્ષાને લઈને આ ઘટનાએ ગંભીર ચિંતા જગાવી છે. ગુજરાતની દરિયાઈ સીમા પર આવી શંકાસ્પદ ગતિવિધિઓ શા માટે વારંવાર જોવા મળે છે? આને રોકવા માટે શું કડક પગલાં લેવા જોઈએ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?