સુરેન્દ્રનગર: જમણવારમાં છાશ પીવાથી 200 બીમાર
શુભ પ્રસંગે કાળો કહેર,જમણવારમાં છાશથી 200થી વધુ લોકોની તબિયત લથડતા તંત્ર દોડતું થયું.

સુરેન્દ્રનગરમાં છાશ પીવાથી 200 બીમાર

સુરેન્દ્રનગરમાં છાશ પીવાથી 200 બીમાર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વાસ્તુ પ્રસંગના સામૂહિક જમણવાર બાદ 200થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, જમણવારમાં પીરસેલી છાશ પીધા બાદ લોકોની તબિયત લથડવાની શરૂઆત થઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની કે મોટી સંખ્યામાં અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
નાના બાળકો અને મહિલાઓ સહિત 200 અસરગ્રસ્ત, કેટલાકની હાલત ગંભીર
ફૂડ પોઈઝનિંગની આ ઘટનામાં અસરગ્રસ્ત થનારાઓમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. ઝાડા, ઉલટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદો સાથે તમામ દર્દીઓને લીંબડી અને વઢવાણની વિવિધ હોસ્પિટલોમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કેટલાક દર્દીઓની હાલત ગંભીર જણાતા હોસ્પિટલના તબીબી સ્ટાફને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો હતો.
શંકાસ્પદ છાશના નમૂના લેબોરેટરીમાં
ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ગોમટા ગામે દોડી ગઈ હતી અને પરિસ્થિતિનો કંટ્રોલ સંભાળ્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ આ અંગે પુષ્ટિ કરી હતી કે 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને હાલ તમામ દર્દીઓની સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે, ફૂડ પોઈઝનિંગના મૂળ કારણની તપાસ કરવા માટે શંકાસ્પદ છાશના નમૂના લઈ તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં ખોરાકની ગુણવત્તા જાળવવા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!