સુરત: સાયણ GIDCમાં લિફ્ટ તૂટતાં બે યુવકોનું મોત
માલસામાન ચઢાવતી વખતે અચાનક લિફ્ટ તૂટી પડી, મૂળ બિહારના બે કામદારોના મૃત્યુ

સાયણ GIDC લિફ્ટ દુર્ઘટના

સાયણ GIDC લિફ્ટ દુર્ઘટના
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાં આવેલી આદર્શ નગર-૨ વિભાગની ઔદ્યોગિક વસાહત (GIDC)માં એક અત્યંત કરુણ ઘટના બની છે. એક ઔદ્યોગિક એકમમાં લિફ્ટ તૂટી પડતાં બે યુવા કામદારોએ જીવ ગુમાવ્યા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના અક્ષરદીપ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી લૂમ્સની ફેક્ટરીમાં બની હતી. મૂળ બિહારના રિકી કુમાર અને કિશન નામના બે કામદારો કારખાનાનો માલ લિફ્ટમાં ચઢાવી કે ઉતારી રહ્યા હતા. આ દરમિયાન, લિફ્ટ અચાનક ઊંચાઈથી તૂટીને નીચે પટકાઈ હતી.
ભારે આઘાતને કારણે બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા અને સમગ્ર બનાવ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષાના મુદ્દા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?