Surat : SMC ની બેદરકારીનો ભોગ બન્યો માસૂમ, કચરાગાડીએ લીધો 13 વર્ષના બાળકનો જીવ
રાત્રિના સમયે બહેનો સાથે બહાર નીકળેલા કાર્તિકને કચરાગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું...

ઉધનામાં કાળમુખી SMC કચરાગાડી...

ઉધનામાં કાળમુખી SMC કચરાગાડી...
સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ 8 માં અભ્યાસ કરતો 13 વર્ષનો માસૂમ વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહતે સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીની અડફેટે આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
કેવી રીતે બની ઘટનાની...
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈ કાલે રાત્રિના સમયે કાર્તિક તેની બહેનો સાથે બહાર નીકળ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી SMC ની કચરાની ગાડીએ તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાવહ હતો કે કાર્તિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.
વહીવટી તંત્ર સામે સવાલો...
આ ઘટનાએ ફરી એકવાર મહાનગરપાલિકાના વાહનોના અનિયંત્રિત સંચાલન અને ડ્રાઇવરોની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતક કાર્તિકના પિતા અનિલભાઈએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ સવાલ થાય કે, "શું કચરાની ગાડી ચલાવવાવાળા દારૂ પીને ગાડીઓ ચલાવે છે?"આ સવાલ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીનો અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે.
પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ, આવા અકસ્માતો વારંવાર બનતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં કે નિયંત્રણો શા માટે લેવામાં આવતા નથી, તે એક મોટો પ્રશ્ન છે. શું નિર્દોષ બાળકોના જીવ ગુમાવ્યા પછી જ તંત્ર જાગશે? આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાય તે આવશ્યક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!