ધો. 12ની વિદ્યાર્થિનીએ તાપીમાં લગાવી મોતની છલાંગ
સુરતમાં ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિ એ આઘાતમાં આવીને તાપીમાં પડતું મૂક્યું

વિદ્યાર્થિનીએ નદીમાં લગાવી મોતની છલાંગ

વિદ્યાર્થિનીએ નદીમાં લગાવી મોતની છલાંગ
સુરતમાં ધો. 12ની વિદ્યાર્થિનીએ પિતાના ગુમ થવાથી આઘાતમાં ભર્યું અંતિમ પગલું સુરત શહેરના વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા શૈલેષભાઈ મનાણીની 16 વર્ષીય પુત્રી દ્રષ્ટિ મનાણીએ સોમવારે બપોરે ફૂલપાડા ખાતેના રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દ્રષ્ટિ અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. મનાણી પરિવાર મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાનો વતની છે.
વરાછા પોલીસને જાણ કરાઈ
આ દુઃખદ ઘટના પાછળનું પ્રાથમિક અનુમાન પારિવારિક આઘાત છે. દ્રષ્ટિના માતા થોડા સમય પહેલા જ તેમને છોડીને ચાલી ગયા હતા. દ્રષ્ટિ ગયા બુધવારે સ્કૂલના પ્રવાસે કચ્છ-ભુજ ગઈ હતી અને રવિવારે બપોરે પરત આવી ત્યારે તેને જાણ થઈ કે, તેના પિતા શૈલેષભાઈ પણ 2 દિવસથી ઘર છોડીને નીકળી ગયા છે અને ગુમ છે. પિતાને ગુમ થયેલાની વાત સાંભળીને દ્રષ્ટિને આઘાત લાગ્યો હતો. પિતાના ગુમ થવા અંગે સોમવારે સવારે વરાછા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી.
દ્રષ્ટિએ સુસાઇડ નોટ પણ લખી હતી
ASP પી. કે. પટેલના નિવેદન મુજબ, પિતાને લાગી આવ્યું હતું કે દ્રષ્ટિએ પ્રવાસમાં ન જવાની ના પાડવા છતાં હાથ ઉછીના પૈસા લઈને પ્રવાસની ફી ભરી હતી. આ બાબતે પિતા 'ધંધાના કામથી જવું છું' કહીને ઘરથી નીકળી ગયા હતા. પિતાના ગુમ થવાના આઘાતમાં દ્રષ્ટિ બપોરે ઘરેથી તાપી નદીમાં કૂદવા નીકળી ગઈ. તેના મોટાભાઈ ધ્રુવીને તેનો પીછો કર્યો હતો, પરંતુ તે દ્રષ્ટિને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપી નદીમાં કૂદકો મારી દીધો હતો. આપઘાત કરતા પહેલા દ્રષ્ટિએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણીએ માત્ર એટલું જ લખ્યું હતું કે, "હું તાપી નદીમાં ઠેકડો મારું છું."
દ્રષ્ટિના અંતિમસંસ્કારમાં માતા-પિતાની ગેરહાજરી
તાત્કાલિક ઘટનાની જાણ થતાં માછીમારોએ દ્રષ્ટિને પાણીમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. દ્રષ્ટિનું પાણીમાં ડૂબવાથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક દ્રષ્ટિના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માતા-પિતાના છૂટાછેડાના કારણે દ્રષ્ટિના અંતિમસંસ્કારમાં બંનેની ગેરહાજરી જોવા મળી હતી, અને ભાઈએ જ અર્થી લીધી હતી.
પિતા પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા
દ્રષ્ટિનો પરિવાર સુખ-સંપતિ ધરાવતો હતો અને પિતા પુત્રીને ખૂબ પ્રેમ કરતા હતા. થોડા સમય પહેલા જ પિતાએ તેને નવી એક્ટિવા અપાવી હતી, અને દ્રષ્ટિએ નાની ઉંમરે ચાર ધામ યાત્રા પણ કરી લીધી હતી. હાલમાં વરાછા પોલીસ લાપતા પિતાની શોધખોળ કરી રહી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?