Surat Zari Industry એટલે માત્ર કાપડ અને જરીનું કામ નહીં, પરંતુ વર્ષો જૂની કારીગરી અને પરંપરાગત હસ્તકળાની ઓળખ પણ છે. સુરતના રિયલ જરી ઉદ્યોગકારોએ હવે આ પરંપરાગત કળાને ભક્તિ સાથે જોડીને અનોખી પહેલ કરી છે. ધ જરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા શુદ્ધ ચાંદીના જરી તાર અને જરદોશી વર્કમાંથી વિશેષ રાખડી તૈયાર કરવામાં આવી છે, જે અયોધ્યાના ભવ્ય રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામને અર્પણ કરવામાં આવશે.આ Silver Rakhi સુરતની પરંપરાગત Real Zari અને Zardozi Artની કારીગરીનું અનોખું ઉદાહરણ છે. સુરતની મહિલા કારીગરોએ સતત ત્રણ દિવસની મહેનત બાદ આ વિશેષ રાખડી તૈયાર કરી છે.
સુરતની રિયલ જરીમાંથી તૈયાર થઈ ખાસ ચાંદીની રાખડી
આ રાખડીની સૌથી મોટી વિશેષતા તેમાં કરવામાં આવેલું ચાંદીના જરી તારનું જરદોશી વર્ક છે. પરંપરાગત જરદોશી કળા અને આધુનિક ડિઝાઇનના સંયોજનથી તૈયાર કરવામાં આવેલી આ રાખડીમાં બારીક કારીગરી જોવા મળે છે.રાખડીના એક-એક તાર અને ડિઝાઇનમાં સુરતના કારીગરોની મહેનત અને જરી ઉદ્યોગની પરંપરાગત કળાની ઝલક જોવા મળે છે.આ રાખડી તૈયાર કરવામાં સુરતની કુશળ કારીગર બહેનોને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો.
ત્રણ દિવસની મહેનત બાદ તૈયાર થઈ Silver Rakhi
રાખડી બનાવનાર વિશ્રુતિ પટેલે જણાવ્યું કે સૌપ્રથમ રાખડીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ જરદોશી વર્ક અને ચાંદીના તારની મદદથી ત્રણ દિવસની મહેનત બાદ રાખડી તૈયાર કરવામાં આવી.
તેમણે જણાવ્યું કે, “મારી રાખડી અને મારી કળા ભગવાન રામ સુધી પહોંચશે તેનો મને ખૂબ આનંદ છે.”
આ રાખડી સુરતની પરંપરાગત જરી કળાને ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિ સાથે જોડતી વિશેષ ભેટ બની છે.
અયોધ્યા રામ મંદિર માટે ફ્લાઇટથી મોકલાશે રાખડી
આ વિશેષ રિયલ જરી રાખડી સમયસર અયોધ્યા પહોંચે તે માટે ધ જરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાખડીને કુરિયર મારફતે બાય એર અયોધ્યા મોકલવામાં આવી છે, જેથી રક્ષાબંધન પહેલાં તે અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પણ કરી શકાય.
એસોસિએશનનો પ્રયાસ છે કે સુરતમાં તૈયાર થયેલી આ અનોખી જરી રાખડી દેશભરમાં સુરતની પરંપરાગત કારીગરીની ઓળખને વધુ મજબૂત બનાવે.
સુરતની જરી કળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
ધ જરી મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ બિપિન જરીવાલાએ જણાવ્યું કે જરી અને જરદોશી રાખડી બનાવવાનો વિચાર સુરતના જરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહન આપવા માટે આવ્યો હતો.તેમણે જણાવ્યું કે આ રાખડીને ફ્લાઇટ મારફતે અયોધ્યા મોકલવામાં આવી રહી છે, જેથી તે ભગવાન શ્રીરામને અર્પણ કરી શકાય.એસોસિએશનનો હેતુ માત્ર ધાર્મિક ભાવના વ્યક્ત કરવાનો નથી, પરંતુ સુરતની Real Zari અને Zardozi Workને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનો પણ છે.ચાઈનીઝ આઈટમના કારણે જરી ઉદ્યોગ સામે પડકાર
સુરતના જરી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અગાઉ જરી અને જરદોશી વર્કની માંગ મોટા પ્રમાણમાં હતી. જોકે, સમય જતાં રો મટીરીયલના ભાવમાં વધારો અને બજારમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સની વધતી આવકને કારણે પરંપરાગત જરી કળાને પડકારોનો સામનો કરવો પડ્યો છે.ઉદ્યોગકાર સંદીપ રાણાએ જણાવ્યું કે સુરતમાં જરદોશી જરીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. આ કળાનું અગાઉ ઘણું ચલણ હતું, પરંતુ વધતા ખર્ચ અને ચાઈનીઝ આઈટમ્સના કારણે પરંપરાગત કારીગરીને અસર થઈ છે.
તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની વિશેષ રાખડી તૈયાર કરવાનો હેતુ સુરતની જરદોશી કળા હજુ પણ જીવંત છે અને સુરતમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે તે વાત દેશના લોકો સુધી પહોંચાડવાનો છે.
ભગવાન શ્રીરામને ચાંદીની રાખડી અર્પણ કરવાનો અનોખો પ્રયાસ
સુરતના જરી ઉદ્યોગકારો માટે આ પહેલમાં ભક્તિ અને વ્યવસાય બંનેનો સંદેશ જોડાયેલો છે.
એક તરફ અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાન શ્રીરામને સુરતની જરી કળાથી તૈયાર કરેલી રાખડી અર્પણ કરવાની ભાવના છે, તો બીજી તરફ Surat Real Zari, Zardozi Work અને પરંપરાગત હસ્તકળાને નવી ઓળખ આપવાનો પ્રયાસ છે.
આ અનોખી પહેલથી સુરતની જરી કળા, કારીગરોની મહેનત અને પરંપરાગત જરદોશી વર્કને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળવાની આશા છે.