સુરત: ગુજરાતી માધ્યમમાં 565 શિક્ષકોની ઘટ
થોડા દિવસો પહેલા ગુજરાતી માધ્યમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી

બે લાખ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થતી જોવા મળી

બે લાખ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થતી જોવા મળી
સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવે છે. સમિતના કાયમી શાસનાધિકારી અને 1500 શિક્ષકોની ઘટ સાથે ગાડું ગબડાવી રહ્યું છે. શિક્ષકોની ભરતી માટે શિક્ષકોની ઘટ પુરવા સાથી શિક્ષક અને જ્ઞાન સહાયકોનો સહારો લેવામાં આવી રહ્યો છે. તેના કારણે પણ શિક્ષકોની ઘટ પૂરી થતી નથી. હાલ થોડા દિવસો પહેલા ગુજરાતી માધ્યમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી હતી. ભરતી કર્યા બાદ પણ ગુજરાતી માધ્યમમાં 565 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. તેની સામે 165 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. આ કારણે હજુ પણ કેટલીક શાળાઓમાં એક શિક્ષકે એક કરતા વધુ વર્ગ લેવાની ફરજ પડતી જોવા મળી રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા 5600 શિક્ષકોનું મહેકમ છે. એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી સમિતિના કાયમી શિક્ષકોની સંખ્યા 4100ની આસપાસ છે. જેમાંથી ઘણા નજીકના દિવસોમાં નિવૃત થવાના છે. થોડા દિવસ પહેલા ગુજરાતી સિવાય અન્ય માધ્યમોમાં વિદ્યા સહાયકની ભરતી મેળો યોજાયો હતો. જેમાં ઉર્દુ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. હિન્દી માધ્યમમાં 48 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28 ઉડિયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી કુલ 287 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી.
સુરત અને ગુજરાત રાજ્ય માટે ગુજરાતી માધ્યમ ખૂબ જ અગત્યનું છે. જ્યારે ગુજરાતી માધ્યમ કુલ 565 થી વધુ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યાર બાદ ગઈ કાલે વિદ્યા સહાયકની ભરતી મેળો યોજાયો હતો. આ વિદ્યા સહાયક ભરતીમાં 165 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. ભરતી કર્યા બાદ પણ 400 શિક્ષકોની ઘટ જોવા મળી છે. જેના કારણે હજી પણ સમિતિની અનેક સ્કૂલો એવી છે, કે જ્યાં એક શિક્ષકે એક કરતા વધુ વર્ગ લેવા પડી રહ્યા છે. શિક્ષણ સમિતિના સૌથી મોટી ભૂમિકા શાસનાધિકારની હોય છે. 10 હજાર કરોડનું બજેટ ધરાવતી સમિતિની શાળામાં કાયમી શાસનાધિકારી જ નથી. શિક્ષણ સાથે સંકળાયેલા શાસનાધિકારી અને ઉપ- શાસનાધિકારીની લાંબા સમયથી માંગ છે પરંતુ શાસકોની નિષ્ફળતાના કારણે આ ભરતી કરવામાં આવતી ન હતી. બે લાખ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થતી જોવા મળી રહી છે. શિક્ષકો પર કાર્યભાર વધતું જોવા મળી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!