ભારે વરસાદે લીધો બે બાળકોનો ભોગ
સુરતમાં વરસાદી તાંડવ,બે દિવસમાં 12 ઇંચ વરસાદ,છઠ પૂજા માટે ખોદાયેલો ખાડો બન્યો જોખમી

AI જનરેટેડ

AI જનરેટેડ
Surat Heavy Rains 10 Inch Rain: સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે.સચિન GIDC વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા એક ખાડામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ભારે વરસાદ દરમિયાન રમતા રમતા બંને બાળકો પાણી ભરાયેલા ખાડામાં પડી ગયા હતા અને બહાર આવી શક્યા નહોતા.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ તેમજ શોધખોળની કામગીરી હાથ ધરી હતી.પ્રાથમિક માહિતી મુજબ મૃતક બાળકોમાં એક બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે.બંનેની ઉંમર અંદાજે 7થી 8 વર્ષની હોવાનું સામે આવ્યું છે.ઘટનાએ સમગ્ર સચિન GIDC વિસ્તારને હચમચાવી દીધો છે અને સ્થાનિકોમાં ભારે શોક સાથે ચિંતા પણ જોવા મળી રહી છે.
રમતા રમતા બની ગઈ દુર્ઘટના
માહિતી અનુસાર સચિન GIDCના મહાવીર સોસાયટી નજીક વરસાદી પાણીથી ભરાયેલો એક મોટો ખાડો હતો. વિસ્તારમાં રહેતા બાળકો વરસાદ બાદ ત્યાં રમવા માટે પહોંચ્યા હતા. રમતા રમતા બે બાળકોનો પગ લપસતા તેઓ સીધા પાણી ભરાયેલા ખાડામાં પડી ગયા હતા. ખાડામાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તેઓ બહાર આવી શક્યા નહોતા.સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તરત જ બાળકોને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી.
છઠ પૂજા માટે ખોદવામાં આવ્યો હતો ખાડો
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે ખાડામાં દુર્ઘટના બની તે અગાઉ છઠ પૂજાના આયોજન માટે ખોદવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે આ ખાડો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો હતો. પાણી ભરાતા તેની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બની ગયો હતો. સુરક્ષા માટે કોઈ પ્રકારની વાડ, ચેતવણીનું બોર્ડ અથવા અવરોધ ન હોવાથી બાળકો સરળતાથી ત્યાં પહોંચી ગયા હતા.સ્થાનિકોના કહેવા મુજબ વરસાદ બાદ આવા ખાડાઓ વધુ જોખમી બની જાય છે અને સમયસર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
પોલીસે શરૂ કરી વધુ તપાસ
ઘટનાની જાણ થતાં સચિન જીઆઇડીસી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ખાડાનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું કે નહીં, તેમજ સુરક્ષા સંબંધિત કોઈ બેદરકારી રહી હતી કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સુરતમાં ભારે વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ ઊભી કરી છે, પરંતુ સચિન જીઆઇડીસીની આ ઘટના બે પરિવારો માટે ક્યારેય ન ભૂલાય તેવી દુર્ઘટના બની ગઈ છે. શ્રેયા આયુષ ઝા અને કૃષ્ણાના અકાળે થયેલા અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓએ પણ આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે જોખમી સ્થળોને સુરક્ષિત બનાવવા અને વરસાદી મોસમ દરમિયાન વિશેષ તકેદારી રાખવાની માંગ ઉઠાવી છે.
સુરતમાં NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર
સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ. NDRF-SDRF તૈનાત, ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર.ગુજરાતમાં સુરત સહિત પાંચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હતા. આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા ચારેકોર જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોનું ટ્રેકટર અને બોટથી રેસ્ક્યૂ કરવાની ફરજ પડી રહી છે.
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નર્મદા અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં આવતીકાલે પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં નવસારી, સુરત, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે મેઘમહેરની શક્યતાઓ છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.માછીમારોને પણ દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાએ મહેર કરી છે.રાજ્યના તમામ ભાગોને ચોમાસાએ હવે સંપૂર્ણપણે આવરી લીધા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.