સુરત RFO સોનલબેન સોલંકીને માથામાં ગોળી વાગી
સુરતના RFO સોનલબેન સોલંકીને માથામાં ગોળી વાગતા સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા

સુરત RFOના માથામાં ગોળી વાગી

સુરત RFOના માથામાં ગોળી વાગી
સુરત જિલ્લા વન વિભાગના RFO સોનલબેન સોલંકીને માથામાં ગોળી વાગવાની ગંભીર ઘટના સામે આવી છે, જેણે અનેક સવાલો ઊભા કર્યા છે. આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. ઈજાગ્રસ્ત સોનલબેન સોલંકીને તેમના ભાઈ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે પી. પી. સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્ટરોને જાણ થઈ કે, સોનલબેન સોલંકીના મગજમાં બુલેટ વાગી છે.
ઓપરેશન કરીને મગજમાંથી ગોળીને બહાર કાઢી
ગોળી વાગવાની ગંભીર ઇજાને કારણે ડૉક્ટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરીને મગજમાંથી ગોળીને બહાર કાઢવામાં આવી છે, પરંતુ હાલમાં મહિલા અધિકારી સોનલબેન સોલંકી કોમામાં છે અને તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં આ ઘટના માત્ર એક અકસ્માત હોય તેવું લાગ્યું હતું, પરંતુ બુલેટ મળ્યા બાદ ઘટનાનું રહસ્ય ઘેરું બન્યું છે.
પારિવારિક વિવાદની આશંકા
સોનલબેન સોલંકીને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી અને ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય હજુ પણ અકબંધ છે. જોકે, સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ ઘટના સોનલબેન સોલંકી દ્વારા ઘરકંકાસને કારણે કરવામાં આવેલા આપઘાતના પ્રયાસની આશંકા તરફ ઈશારો કરે છે. આ રહસ્ય વધુ ઘેરું એટલા માટે પણ બને છે કે, માત્ર 2 દિવસ પહેલાં જ સોનલબેન સોલંકી એ કામરેજ પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ નોંધાવી હતી.
અનેકવાર ધાક-ધમકીઓ પણ આપી
આ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેમની કારમાંથી એક GPS ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું, જે અંગત જાસૂસી તરફ ઈશારો કરે છે. તેમણે ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે અને તેમને અનેક વાર ધાક-ધમકીઓ પણ આપવામાં આવી છે. આ GPS ટ્રેકર ડિવાઈઝ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે લગાડવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?