સુરત પોલીસનું કોમ્બિંગ:માથાભારે શખ્સો સામે લાલ આંખ
5 પોલીસ સ્ટેશનના સ્ટાફે કોસાડ આવાસમાં રાત્રે ધામા નાખ્યા, 5 તડીપાર આરોપી પકડાયા..

સુરત પોલીસનું કોમ્બિંગ

સુરત પોલીસનું કોમ્બિંગ
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે મોડી રાત્રે પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ડીસીપી અને એસીપી સહિત પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇની આગેવાની હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 તડીપાર આરોપીઓ સહિત ૩૦ જેટલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કોમ્બિંગ ઓપરેશનમાં અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનના સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લગભગ છ જેટલી ટીમો બનાવીને કોસાડ આવાસના H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં સક્રિય હિસ્ટ્રીશીટર, ટપોરી અને માથાભારે શખ્સોની પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો હતો.
તપાસ દરમિયાન પોલીસે અનેક શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કેટલાક ઇસમો પાસેથી ઘાતક હથિયારો પણ કબ્જે કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સક્રિય હતી. પોલીસે પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં કેસ કર્યા છે, જ્યારે કાયદાની અવગણના કરીને શહેરમાં હાજર રહેલા પાંચ તડીપાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
કોમ્બિંગ ઓપરેશન બાદ પોલીસે જાહેર કર્યું હતું કે ૫ તડીપાર આરોપીઓ ઉપરાંત અન્ય ૩૦ જેટલા લોકો વિરુદ્ધ વિવિધ ગુનાઓ હેઠળ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનમાં ડીસીપી, એસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇ સક્રિયપણે જોડાયા હતા, જે સુરત પોલીસની ગુનાખોરી ડામવાની મક્કમતા દર્શાવે છે. આ કાર્યવાહીથી વિસ્તારના રહેવાસીઓમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?