AMNS પ્લાન્ટમાં ક્રેન તૂટતાં 1 કામદારનું મોત
સુરતના AMNS ક્રેન તૂટતાં 1 કામદારનું મોત અને 3 કામદારો ઈજાગ્રસ્ત
AMNS પ્લાન્ટમાં ક્રેન તૂટી
AMNS પ્લાન્ટમાં ક્રેન તૂટી
આજ રોજ, સુરતના હજીરા ખાતે આવેલા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં એક ગંભીર દુર્ઘટના બની હતી. પ્લાન્ટના કોકો ગેટ નજીક ચાલી રહેલી કામગીરી દરમિયાન અચાનક એક ક્રેન તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં તેની નીચે કામ કરી રહેલા 4 કામદારો દબાઈ ગયા હતા. આ કરૂણ ઘટનામાં 1 કામદારનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે અન્ય 3 કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષાના માપદંડો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો: ક્રેન તૂટી પડવાના પ્રાથમિક તારણ બાદ જ સુરત મેટ્રો રેલ કાર્યવાહી કરશે
ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી
ક્રેન તૂટી પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે, આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી છે કે માનવીય ભૂલ, તે અંગેનો ખુલાસો તપાસ પૂરી થયા બાદ જ થશે. હજીરાના AMNS પ્લાન્ટમાં બનેલી આ ઘટના ઔદ્યોગિક સલામતીના મુદ્દાને ફરી એકવાર કેન્દ્રમાં લાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?