મહિલાઓ માટે દોડાવશે ગુજરાતની પ્રથમ 'પિંક બસ'
ગુજરાતની સૌપ્રથમ 'પિંક બસ'નું સંચાલન શરૂ કરશે, જેમાં બસચાલક અને કંડક્ટર બંને મહિલાઓ હશે

પિંક બસ ડ્રાઈવર

પિંક બસ ડ્રાઈવર
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે થોડા સમય પહેલાં 'પિંક ઓટો' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક વર્ષના ટૂંકા ગાળામાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. આ સફળતા બાદ, સુરત પિંક બસ શરૂ કરીને માસ ટ્રાન્સપોર્ટેશનમાં મહિલાઓને સુરક્ષિત અને વિશેષ સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. SMC એ પ્રદૂષણ નિયંત્રણ માટે તેના તમામ BRTS રૂટ પર ઈ-બસો દોડાવી રહી છે, અને હવે આ નવીન પ્રયોગ દ્વારા શહેરની મહિલાઓ અને યુવતીઓ માટે એક વિશેષ પરિવહન સેવા શરૂ કરી રહી છે.
મહિલા ચાલક સાથે 'પિંક બસ'નો શુભારંભ
SMC તંત્ર દ્વારા શહેરમાં સુરત પિંક બસ દોડાવવાનો નિર્ણય 20 મહિના પૂર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ આ ખાસ પ્રોજેક્ટ માટે મહિલા ચાલકની શોધખોળ લાંબો સમય ચાલી હતી. આ લાંબી પ્રતિક્ષાનો અંત આવતા, આખરે ઈન્દોરની એક અનુભવી મહિલા બસ ચાલકની નિમણૂક કરવામાં આવી છે. આજથી ગુજરાતની આ પ્રથમ એવી પિંક બસ શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. નોંધનીય છે કે, માત્ર મહિલા મુસાફરો જ મુસાફરી કરી શકશે, અને તેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે.
નિશા બની ગુજરાતની પ્રથમ પિંક બસ ડ્રાઈવર
આ પિંક બસમાં મહિલા ચાલકની સાથે-સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિંક બસનો પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે, જેનું લોન્ચિંગ આજે કરવામાં આવશે. સુરત પિંક બસ પ્રોજેક્ટ માટે 20 મહિનાની શોધખોળ બાદ ઈન્દૌરની યુવતી નિશા શર્માની નિમણૂક કરવામાં આવી છે. નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી એવી મહિલા ડ્રાઈવર બની છે, જે માત્ર મહિલાઓ માટેની બસ ચલાવશે.
નિશાનો અનુભવ
નિશા શર્માએ પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને મહિલાઓ માટે બસ ચલાવવાનો પહેલો મોકો ઈન્દૌરમાં મળ્યો હતો. એક મહિનાની તાલીમ બાદ તેમણે બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને તેમને બસ ચલાવવાનો 4 વર્ષનો અનુભવ છે. નિશા શર્માએ આ તક માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમને ગુજરાત અને સુરતમાં બસ ચલાવવાનો આ પહેલો મોકો મળ્યો છે.
મહિલા સશક્તિકરણની દિશામાં પગલાં
મહાનગર પાલિકા દ્વારા મહિલા સશક્તિકરણના ભાગ રૂપે એક વર્ષ અગાઉ શરૂ કરાયેલી પિંક ઓટો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો, જેનાથી 47 મહિલાઓ આત્મનિર્ભર બની હતી. હવે આ સુરત પિંક બસ પ્રોજેક્ટ દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનમાં પણ મહિલાઓની સુરક્ષા અને સ્વરોજગારને વેગ મળશે, જે SMCના પ્રશંસનીય પ્રયાસો દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?