સુરતમાં પરિણીતાએ 2 વર્ષના બાળક સાથે કરી આત્મહત્યા
સુરતમાં પરિણીતાએ 2 વર્ષના પુત્ર સાથે બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને આત્મહત્યા કરી
પરિણીતાએ બાળક સાથે કરી આત્મહત્યા
પરિણીતાએ બાળક સાથે કરી આત્મહત્યા
સુરત શહેરમાં એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના સુરતના અલથાણા વિસ્તારમાં આવેલા માર્કન્ડ હિલ્સમાં બની હતી, જ્યાં લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વિલેષકુમાર પટેલના પરિવારની 30 વર્ષીય પત્ની પૂજા પટેલે પોતાના 2 વર્ષના પુત્ર ક્રિશિવ સાથે બિલ્ડિંગના 13મા માળેથી ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં માતા અને પુત્ર બન્નેનું કરુણ મૃત્યુ થયું છે. જોકે, પૂજાએ આ અંતિમ પગલું ક્યા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
અજાણ્યા કારણોસર ઝંપલાવ્યું
મળતી માહિતી મુજબ, પૂજા પટેલ મૂળ મહેસાણાની વતની હતા અને અલથાણામાં પોતાના પતિ વિલેષકુમાર, પુત્ર ક્રિશિવ અને સાસુ-સસરા સાથે માર્કન્ડ હિલ્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતા હતા. બુધવારે સાંજે પૂજા પોતાના પુત્ર ક્રિશિવને લઈને બ્લાઉઝ સિવડાવવા માટે બિલ્ડિંગના સી વિંગના 13મા માળે ગઈ હતી. કોઈ અજાણ્યા કારણોસર તેણે ત્યાંથી જ ઝંપલાવી દીધું.
ગણેશ મૂર્તિથી 50 મીટર દૂર પડ્યો મૃતદેહ
તે સમયે બિલ્ડિંગમાં ગણેશ સ્થાપના પણ કરવામાં આવી હતી અને માતા-પુત્ર ગણેશની મૂર્તિથી લગભગ 50 મીટર દૂર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જોકે, ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.
પોલીસે CCTV તપાસ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બિલ્ડિંગના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે અને આસપાસના લોકો તેમજ પરિવારના સભ્યોના નિવેદનો પણ લઈ રહી છે. પોલીસ આ ઘટના પાછળના કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. આ દુઃખદ ઘટનાએ સુરત શહેરમાં ફરી એકવાર આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા ઊભી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?