સુરત: કૂતરાઓએ 6 વર્ષની બાળકીને ફાડી ખાધી
6 વર્ષની દીકરી શિવાંગી વસાવા બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી

તંત્ર દ્વારા કૂતરાઓના આતંકમાંથી મુક્ત કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું

તંત્ર દ્વારા કૂતરાઓના આતંકમાંથી મુક્ત કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું
સુરત જિલ્લામાં રખડતા કૂતરાના કારણે વધુ એક માસૂમ બાળકીનો જીવ ગુમાવ્યો છે. કોસાડી ગામે બાલવાટિકામાં શૌચાલય ગયેલી 6 વર્ષની બાળકીને ત્રણ કૂતરાઓએ ઘેરીને ત્યાર બાદ હુમલો કરીને ફાડી ખાધું હતું. આ ઘટના બન્યા બાદ વાલીઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. કૂતરાઓનું રસીકરણ કરી અને શાળા બહાર વોચમેન મુકવાની માગ કરી છે.
સુરત જિલ્લામાં દીપડા બાદ હવે કૂતરાઓનો આતંક પણ સામે આવ્યું છે. કૂતરાઓને કારણે વધુ એક માસૂમ બાળકીનું જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામ ખાતે બની હતી. કોસાડી ગામે મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીશ વસાવાની 6 વર્ષની દીકરી શિવાંગી વસાવા બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી. શિવાંગી નિત્યક્રમ માટે ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી. શૌચાલયમાં જતા જ અચાનક ત્રણથી ચાર ખૂંખાર કૂતરાઓ આવી ગયા હતા. શિવાંગીને ઘેરી લીધી હતી.
શિવાંગીની બુમો સાંભળીને શાળા પાસેથી પસાર થઈ રહેલા યુવક જોઈ જતા તે તુરત મદદે દોડી ગયો હતો. કૂતરાઓને દુર કરી શિવાંગીને શાળામાં સ્ટાફ અને ગ્રામજનોની મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા. જ્યાં વધુ સારવારની જરૂર પડતા સુરતની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ ટુકી સારવાર દરમિયાન શિવાંગીનું મોત નીપજયું હતું. 6 વર્ષની માસૂમ બાળકી શિવાંગીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વાલીઓમાં ફફડાટ મચી ગયો હતો.
કૂતરાઓના હુમલાની ઘટનામાં શ્રમજીવી પરિવારની દીકરીનું મોત થતા પરિવારના પગતળેથી જમીન સરકી ગઈ હતી. પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક રહેવાશીઓની માગ છે. આ સાથે કૂતરાઓને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે તંત્ર રખડતા કૂતરાઓનું રસીકરણ કરે અને સાથે જ ગામની પ્રાથમિક શાળાના ગેટ પર વોચમેન મુકે તેવી માગ કરી છે.
સુરતમાં છેલ્લા બે મહિનામાં રખડતા કૂતરાઓને કારણે ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. બે મહિલા પહેલા કામરેજ તાલુકામાં કુતરું એક વર્ષની બાળકીને ઉઠાવી ગયું હતું. ત્યાર બાદ મોતને ઘાટ ઉતારી દીધું હતું. તેમજ 20 દિવસ અગાઉ પણ ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે એક મહિલા જઈ રહી હતી. તે દરમિયાન જંગલમાંથી 15 જેટલા કૂતરાઓનું ટોળું આવ્યું હતું. અને મહિલાને બચકા ભર્યા હતા. ત્યાર બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ફરી કૂતરાઓની હુમલાની ઘટનામાં એક માસૂમનું મોત નીપજ્યું છે. તેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કૂતરાઓના આતંકમાંથી મુક્ત કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!