'ઓપરેશન કારાવાસ' હેઠળ ઉચાપત કરનાર શિક્ષક ઝડપાયો!
વિદ્યાર્થીઓને ભણાવતો શિક્ષક નીકળ્યો લાખોનો ઉચાપત કરનાર, વાંચો કેવી રીતે ઝડપાયો!

શિક્ષક નીકળ્યો લાખોનો ઉચાપત કરનાર

શિક્ષક નીકળ્યો લાખોનો ઉચાપત કરનાર
સુરત ક્રાઇમ બ્રાન્ચે પોતાના ખાસ ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત 16 વર્ષ જૂના એક નાણાકીય ગુનામાં વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ આરોપી વ્યક્તિ પોતાનું અસલી ઠેકાણું છોડીને યુપીની એક સરકારી સ્કૂલમાં કાયમી શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતો હતો, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચની સક્રિયતાથી તેની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલ આરોપી સુરેશસિંગ ફોજરાસિંગ (રાકેશસિંગ) વર્ષ 2007માં સુરતની સહારા ઇન્ડિયા બેન્કમાં સીનિયર ઓફિસ વર્કર તરીકે ફરજ બજાવતો હતો. આ સમયગાળા દરમિયાન તેણે બેન્કમાં મોટો નાણાકીય ગોટાળો કર્યો હતો.
રાકેશસિંગે બેન્કના રેકોર્ડ્સ સાથે ચેડાં કરીને અલગ-અલગ 6 ખાતાઓમાં કુલ 9 ચેકો (બેરર તેમજ એકાઉન્ટ પે) પોતાના અક્ષરોમાં તૈયાર કર્યા હતા અને જાતે જ સહીઓ કરીને ₹3,90,827/-ની ઉચાપત કરી હતી. બેંકના રૂપિયા ઠગીને ગુનો કર્યા બાદ આરોપી ફરાર થયો હતો.
ગુનો કર્યા પછી રારેશસિંગે પોતાના વતન બસ્તી જિલ્લાના મહુવા ડાબર ખાતે રહેવાનું પણ બંધ કરી દીધું હતું, જેથી પોલીસ માટે તેને ઝડપથી શોધી ન શકે.
જોકે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે તેની નવી ઓળખ અને સ્થાન પર વોચ ગોઠવી હતી. પોલીસને જાણવા મળ્યું કે આરોપી ઉત્તર પ્રદેશમાં પોતાનું નવું જીવન શરૂ કર્યું છે અને 2014થી તે સરકારી સ્કૂલમાં કાયમી શિક્ષક તરીકે નોકરી મેળવવામાં સફળ રહ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુપીમાં સ્થિત આ સરકારી સ્કૂલ પર વોચ ગોઠવી હતી. આરોપી રાકેશસિંગ અંગે સંપૂર્ણ ખાતરી અને ખરાઈ કર્યા બાદ, ટીમે તેને સ્કૂલમાંથી જ દબોચી લીધો હતો. આ આરોપી લાંબા સમયથી પકડાયો ન હોવાથી તેને કાયદાથી બચી જવાની આશા હતી, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચના 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે, જેના ભાગરૂપે આ સફળતા મળી છે.
સુરત પોલીસની આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગાર ભલે કેટલા પણ સમય સુધી છુપાયેલો હોય, કાયદાના હાથ લાંબા હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?