સુરતના બ્લોગર પ્રિન્સ પટેલનું રોડ અકસ્માતમાં મોત!
બાઈક મોડીફાઈ કરાવ્યાને હજુ એક દિવસ પણ ન થયેલ અને દુર્ઘટના, હેલ્મેટ ન પહેરતા અકસ્માતની શંકા

બ્લોગર પ્રિન્સ પટેલનું રોડ અકસ્માતમાં મોત

બ્લોગર પ્રિન્સ પટેલનું રોડ અકસ્માતમાં મોત
સુરતના ઉધના-મગદલ્લા રોડ પર યુનિવર્સિટીથી બ્રેડ લાઇનર બ્રિજ ઉતરતી વખતે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાનનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, KTM બાઇક ચાલક યુવાને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ગંભીર દુર્ઘટના બની હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું માથું ધડથી અલગ પડી ગયું હતું. આ ભયાવહ દ્રશ્યોના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. મૃતકની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે થઇ છે જે એક સોશિયલ મીડિયા બ્લોગર અને મોટા ભાગે PKR BLOGGERના નામથી ચર્ચિત હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનની ઓળખ 18 વર્ષીય પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. વધુમાં સામે આવ્યું છે કે પ્રિન્સ પટેલ PKR BLOGGER નામે યુટ્યુબ પર બ્લોગ્સ બનાવતો હતો. એક યુવા યુટ્યુબરનું આ રીતે અકસ્માતમાં કરુણ મોત થતા તેના મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે બાઇક ચાલક પ્રિન્સ પટેલે હેલ્મેટ પહેર્યું નહોતું, જેના કારણે માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચી હતી. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં અતિ ઝડપ અને માર્ગ સલામતીના નિયમોના ઉલ્લંઘનના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે.
યુવકના instagram પરથી જાણવા મળે છે કે રાઈડર હતો. તેની KTM યુવકનો પ્રથમ પ્રેમ હતો. પ્રિન્સે KTMને મોડીફાઈ કરી પોતાનું instagram ID પણ લખાવ્યું હતું. આ બાબતને હજુ 24 કલાક પણ પુરા થયા નથી અને કરુણ ઘટના બની છે.
પોતાની નજરે જોનાર રાહદારીઓએ જણાવ્યું કે, બાઈક સ્પીડમાં હતી અને અચાનક વાઈબ્રેટ થઇ ડીવાઈડર જોડે ભટકતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવક નીચે પટકાતા તેનું માથું ધડથી અલગ થઇ ગયું હતું. અકસ્માત સ્થળે પહોંચેલા યુવકના પરિવારજનોનું હૈયાફાટ રુદન પણ કમકમાટી ભર્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ ગંભીર બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું- અતિ ઝડપ, બેદરકારી કે અન્ય કોઈ પરિબળ. આ સાથે જ યુવાન દ્વારા હેલ્મેટ ન પહેરવાના મુદ્દાને પણ પોલીસ તપાસના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.