Surat: "બેગલેસ શનિવાર"નો પ્રારંભ,બાળકોએ પુસ્તકો વિના વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો!
અમુક જિલ્લામાં સરકારના આ નિયમ પર સંચાલકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે

શાળાના વિધ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા હતા

શાળાના વિધ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા હતા
સુરત જિલ્લાની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો.ગુજરાત સરકાર દ્વારા દર શનિવારે બેગલેસ દિવસ તરીકે મનાવવામાં આવે તેના માટે શાળામાં આજે વિધાર્થીઓ બેગ વગર આવ્યા હતા.અમદાવાદ,રાજકોટ જેવા શહેરમાં બાળકો શાળામાં બેગ લઈને આવ્યા હતા.અમુક જિલ્લામાં સરકારના આ નિયમ પર સંચાલકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે.અને અમુક જિલ્લાઓમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.
સુરતની શાળાઓમાં વિધ્યાર્થીઓને જુદી જુદી પ્રવુતિઓ કરાવામાં આવી હતી.વિધાર્થીઓને શાળામાં વ્યાયામ,યોગ,પ્રાણાયામ કરાવ્યા હતા.વિધ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો રમાડાઈ હતી.પુસ્તકનું જ્ઞાન છોડી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક આપવામાં આવ્યું હતું.શાળાના વિધ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા હતા.વિધાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિધાર્થીઓને પણ આનંદ પડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!