કોમર્શિયલ બિલ્ડિંગ પરથી યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ
વડોદરાના લક્ષ્મીપુરા ખાતે યુવતીએ કોમર્શિયલ બિલ્ડિંગના સાતમા માળેથી ઝંપલાવ્યું

આત્મહત્યાનો પ્રયાસ કરતી યુવતી

આત્મહત્યાનો પ્રયાસ કરતી યુવતી
વડોદરાના લક્ષ્મીપુરામાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સમાં મંગળવારે રાત્રે એક ઘટના બની હતી. SFC કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષની યુવતીએ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
આ યુવતી ન્યૂ અલકાપુરીના નારાયણ ગાર્ડન પાસેના વિસ્તારમાં રહેતી હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે કોમ્પ્લેક્સ તેના ઘરથી ફક્ત 500 મીટર જ દૂર હતું. CCTV ફૂટેજમાં યુવતી પાછળના દરવાજાથી પ્રવેશતી જોવા મળી રહી છે. CCTV ફૂટેજના દ્રશ્યો પ્રમાણે તે યુવતી માત્ર 7 જ મિનિટમાં સાતમાં માળે પહોંચી ગઈ અને પછી છલાંગ લગાવી દીધી હતી.
જ્યારે આ ઘટના બની ત્યારે તરત જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. યુવતીના મોબાઇલ ફોન અને ચશ્માંનો કબજો લેવાયો છે.
બી ડિવિઝનના ACP આર. ડી. કવાએ કહ્યું કે, પ્રાથમિક રીતે ઘટના આત્મહત્યા જણાઈ રહી છે, પરંતુ અમે તમામ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. આ આપઘાત છે કે, કોઈ વડે કરાયેલી હત્યા, એ સ્પષ્ટ કરવા માટે FSLની મદદથી વિગતવાર તપાસ હાથ ધરાઈ છે.
યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસનું કહેવું છે કે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.
વિશેષ ધ્યાન આકર્ષકની વાત એ છે કે, યુવતી બિલ્ડિંગમાં કેવી રીતે પ્રવેશી, કેમ આવી કાર્યવાહી કરી અને પાછળનું કારણ શું છે? એ હજુ સ્પષ્ટ નથી. પોલીસે હાલમાં FSL ટેક્નિકલ ટેમ, CCTV ફૂટેજ, અને મોબાઇલ ડેટાના આધારે તમામ પાસાંઓમાંથી તપાસ આગળ ધપાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!